રાજકોટ મનપાનાં લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન નિરીક્ષણ કરતા વડાપ્રધાન મોદી

રાજકોટ મનપાનાં લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન નિરીક્ષણ કરતા વડાપ્રધાન મોદી
રાજકોટ મનપાનાં લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન નિરીક્ષણ કરતા વડાપ્રધાન મોદી

આવાસોની પ્રગતિ અંગે માહિતી મેળવતા વડાપ્રધાન : મેયર, મ્યુ.કમિશનર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓની હાજરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ.118 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા લાઈટહાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાની કાર્ય પ્રગતિનું આજે તા.3/ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કર્યું હતું.

અહીં એ યાદ અપાવીએ કે, સદરહુ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે જાન્યુઆરી,2021માં કરવામાં આવેલ. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેલ.

Subscribe Saurashtra Kranti here

ભારત દેશના માન.પ્રધાનમંત્રી દ્વારા સને 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે સને 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. સને-2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા, દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકી સાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈટહાઉસ પ્રોજેક્ટ બની રહેલ છે.

Read About Weather here

રૈયા સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી મેળવેલ. આ અવસરે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અમૃત અભિજાત, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના ડાયરેક્ટર રાજકુમાર ગૌતમ, રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્ર તથા એજન્સીના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

વિશેષમાં, કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલીત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમાં અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here