રાજકોટ ભાજપમાં કહીં ખુશી, કહીં ગમ…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સતા પરિવર્તન પછી એક જૂથ તરફ હવાનું ઝોંકુ જોઈ નારાજ જૂથ પણ ડાહ્ય ડમરા બની ગયા હોવાની ચારેતરફ રસપ્રદ રાજકીય ચર્ચા
રાજકોટમાં ઓછું પણ જામનગરમાં ખૂબ કડક ભાષામાં સી.આર.પાટીલની વાત સાંભળી અસંતુષ્ટ બનેલા જૂથમાં સોપો પડી ગયાની ચર્ચા
પક્ષનાં મોવડીઓની નજરમાંથી સાવ ઉતરી જવાને બદલે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ શરૂ
પાટીલ કોઈ આકરું પગલું લે એ પહેલા વગદાર જૂથ બની સરકવાના બીજા જૂથનાં પ્રયાસોને પગલે ફરી નવા રાજકીય સમીકરણોની આકૃતિ રચાઈ

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં સર્જાયેલી ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતિ બાદ બે સ્પષ્ટ જૂથ પડી ગયાનું બહાર આવ્યું હતું. બંને જૂથો વચ્ચેનો સંઘર્ષ આંતરિક તનાવ અને રસાખેંચની પ્રક્રિયાએ જોર પકડી લીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

એવા માહોલમાં અચાનક પક્ષનાં લોખંડી હાથે કામ લેવા ટેવાયેલા ભાજપનાં પ્રદેશ વડાનું રાજકોટ અને જામનગરમાં આગમન થતા વેંત અને એમની કડક ભાષા સાંભળીને રાજકોટ અને જામનગર સહિતનાં ભાજપ સંગઠનોમાં કહીં ખુશી, કહીં ગમનું વાતાવરણ પ્રસરી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

કહેવાય છે કે અસંતોષનો ઝંડો ફરકાવી રહેલા ઘણાયનાં ડાહ્યા ડમરા બની ગયા હોવાની ચારે તરફ ચર્ચાઓ થઇ રહી છે.રાજકોટમાં જે ભાષા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જાહેરમાં બોલ્યા નથી.

એવી ભાષાનું નિદર્શન જામનગરમાં કર્યું અને જે ભાષામાં બોલ્યા તેની વધુ અસર જામનગરમાં થવાને બદલે રાજકોટ સંગઠનમાં થઇ છે. અને અસંતોષનો જ્વાળામુખી ભડકાવતા રહેવાની એક નારાજી જૂથની તમન્ના પર પાણી ફરી વળ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે.

રાજકોટનાં જે વગદાર જૂથને પાટીલનાં આશિર્વાદ પ્રાપ્ત થયા છે. એ જૂથમાં તો દેખીતી રીતે ખુશાલીનું વાતાવરણ ફેલાયું છે અને અન્ય જૂથમાં ગમગીની પ્રસરી વળી છે. આ રીતે પક્ષનાં સંગઠનમાં પહેલા જ ધડાકે ફટકો પડ્યો હોવાથી બીજા જૂથે પણ પાટલી બદલીને નવી વ્યૂહરચના અપનાવવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

કેમકે પક્ષમાંથી સાવ ફેંકાઈ જવાનું કે બિલકુલ હાંસિયામાં ધકેલાઈ જવાનું કોઈને પરવડે તેમ નથી. એટલે રાજકોટ સંગઠનનું નારાજ જૂથ ભૂતકાળ ભૂલી જવાની કોશિશ કરીને ફરીથી વગદાર જૂથની નજીક જઈ કહાસુની માફ કરો એવા મંત્રને અમલમાં મુકવાની હાર્ડ એન્ડ ફાસ્ટ કોશિશમાં લાગી ગયું હોય એવા

નક્કર અને સૂચક સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં વિધાનો પરથી એ સ્પષ્ટ બન્યું છે કે, નારાજ જૂથ હથિયાર હેઠા મૂકી દેવાની તૈયારીમાં છે. પાટીલે આપેલા ડારા ડફારા કામ કરી ગયા હોય તેવું દેખાય રહ્યું છે.

સી.આર.પાટીલે જામનગરમાં એવું કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ એવો વહેમ રાખવાનું બંધ કરી દે કે ભાજપ એમના કારણે ચૂંટણી જીતે છે. ભાજપ નરેન્દ્ર મોદી અને અમિત શાહની મહેનતને કારણે અને મોદીની લોકપ્રિયતાને કારણે ચૂંટણીઓ જીતી રહ્યો છે. એટલે અન્ય કોઈએ વહેમ કે ફાંકો રાખવાની જરૂર નથી.

બીજીતરફ આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એવું સૂચક વિધાન કર્યું હતું કે પક્ષ પ્રમુખ સામે મને કોઈ વાંધો નથી. હું પક્ષને વફાદાર રહીને કામ કરી રહ્યો છું અને સહકાર આપી રહ્યો છું. આ રીતે હવે એવું લાગે છે કે રાજકોટ ભાજપનાં સંગઠનમાં જે જૂથ વગદાર બનીને ઉભરી રહ્યું છે.

Read About Weather here

તેની સામેનું જૂથ હવે પવન પારખીને એમના વહાણની દિશા પણ ફેરવી રહ્યું હોય તેવું તાજેતરની ઘટના પરથી અભિપ્રેત થઇ રહ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here