રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ઉત્સાહભેેર મતદાન કરતા ધારાશાસ્ત્રીઓ

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ઉત્સાહભેેર મતદાન કરતા ધારાશાસ્ત્રીઓ
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ઉત્સાહભેેર મતદાન કરતા ધારાશાસ્ત્રીઓ

સવારે 10 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ: 50 ઉમેદવારોના ભાવિનો મતદારો ફેસલો કરશે અને રાત્રિના ચિત્ર સ્પષ્ટ થઇ જશે

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં જામેલા ત્રિપાંખિયા જંગ વચ્ચે આજે સવારે 10 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. પ્રમુખ પદ સહિતના 16 હોદ્દા ઉપર ઉમેદવારી નોંધાવનાર 50 ઉમેદવારોના ભાવિનો મતદારો ફેસલો કરશે અને રાત્રિના ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

ત્રિપાંખિયા જંગમાં ભાજપના બે જૂથ અને કોંગ્રેસના જીગ્નેશ જોશી પેનલ વચ્ચે જંગ જામ્યો છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા પ્રમુખ પદ સહિત 16 જેટલા હોદા ઉપર 50 જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

જેનું ભાવિ નક્કી કરવા માટે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રમુખ પદ માટે ભાજપ લીગલ સેલના જ 2 જૂથો સામસામે છે.જેમાં જીનિયસ પેનલ અને સમરસ પેનલનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ તરફી પેનલમાં જિજ્ઞેશ જોશીનો સમાવેશ થાય છે.

ભાજપની લીગલ સેલના બે જૂથ પૈકી સમરસ પેનલમાં અમિત ભગત જ્યારે જીનિયસ પેનલમાંથી અર્જુન પટેલ અને સામે પક્ષે કોંગ્રેસમાંથી જિજ્ઞેશ જોશીની પેનલનો સમાવેશ થાય છે. હાલ ત્રિપાંખિયા જંગ વચ્ચે તમામ પેનલ જીતનો દાવો કરી રહી છે.

પરંતુ જીત કોની થશે તે જોવું મહત્વનું રહેશે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ સમરસ પેનલના પાટીદાર વકીલોના સમર્થનમાં ગઈકાલે સાંજે 550 જેટલા પટેલ વકીલ હાજર રહ્યા હતા

Read About Weather here

અને આ મિટીંગમાં સમરસ પેનલના બાર કાઉન્સિલના મેમ્બર દિલીપભાઈ પટેલ સેક્રેટરીના ઉમેદવાર ધર્મેશભાઈ સખીયા, લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઈ વોરા, કારોબારી અજય પીપળીયા તથા નૈમિષ પટેલ અને તેમની પેનલને જીતાડવા અપીલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here