રાજકોટ પોલીસ દ્વારા શુક્રવારે લોક દરબાર યોજાશે

રાજકોટ પોલીસ દ્વારા શુક્રવારે લોક દરબાર યોજાશે
રાજકોટ પોલીસ દ્વારા શુક્રવારે લોક દરબાર યોજાશે

સુશાસન દિવસ અંતર્ગત તા.6ના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં આયોજન

સુશાસન દિવસ અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમોનુ આયોજન કરાયું  છે. જેમાં સરકાર દ્વારા આગામી શુક્રવારના રોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદની બદી નાબુદ કરવા લોકદરબારનુ આયોજન કરાયું છે.

જેમાં સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ તમામ ડીવીઝનના એસીપીઓ તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરો હાજર રહેશે. આ લોકદરબાર શુક્રવારે સવારે  10 થી બપોરના કલાક 2 સુધી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ રાજકોટ ખાતે યોજાશે.

Subscribe Saurashtra Kranti here

વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે.  ઘણા નાગરીકો આર્થીક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે

જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગબનનાર વ્યકિત તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે.

વ્યાજંકખોરીને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો નાગરિકો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે તેમજ અગાઉ રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કમિશનરની કચેરીએ અરજી કરેલ હોય

Read About Weather here

અને તેમાં પોલીસે કરેલ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને રાજકોટ શહેરના નાગરીકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. જેથી આ લોકદરબારમાં ભાગ લેવા માટે રાજકોટ શહેરના નાગરીકોને પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here