રાજકોટ પોલીસમાં માત્ર અરજી લેવાની કાર્યવાહી એ તોડકાંડની જ સીસ્ટમ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ બાર એસોસીએશનનાં પ્રમુખ અર્જુન પટેલનો આક્ષેપ
ક્રિમીનલ પ્રોસીજર કોડમાં માત્ર અરજી પર તપાસની જોગવાઇ નથી, એફઆઇઆર ફરજીયાત: પોલીસે તોડકાંડ કરવા માટે જ અરજીની સીસ્ટમ ઉભી કર્યાની માન્યતા વધુ દ્રઢ બની

રાજકોટના પોલીસ કમિશનર તોડકાંડને પગલે હવે શહેર પોલીસની કામ કરવાની પધ્ધતી વિશે કાનુની નિષ્ણાંતો અને નિરિક્ષકોમાં જાતજાતના અર્થધટન અને અભિપ્રાયો વ્યકત કરવામાં આવી રહયા છે. એ ડિબેટને આગળ વધારતા આજે રાજકોટ બાર એસોસિએશના પ્રમુખ અર્જુન પટેલે સાફસાફ શબ્દમાં આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ પોલીસની માત્ર અરજી લેવાની પધ્ધતી એ તોડકાંડ કરવાની મોડસ ઓપરેન્ડી માત્ર છે. માત્ર અરજી પર તપાસ કરવાની કોઇ પણ પ્રકારની જોગવાઇનું દેશનાં કાયદામાં અસ્થિત્વ નથી.

Visit Saurashtra Kranti Homepage here

અર્જુન પટેલે એક મુલાકાતમાં પોતાનું કાનુની મંતવ્ય વ્યકત કરતા જણાવ્યું હતું કે, કોઇ પણ અરજદાર પાસેથી માત્ર અરજી લઇને બારોબાર મુદ્ાનો નિકાલ કરવાની રાજકોટ પોલીસની સીસ્ટમ બીલકુલ ખોટી છે. સીઆરપીસીમાં માત્ર અરજી પર તપાસ કરવાની કોઇ જોગવાઇ નથી. બલકે કાયદામાં એફઆઇઆર નોંધવાની જોગવાઇ સ્પષ્ટ છે. માત્ર અરજી લઇ તેના પર જ તપાસ કરી શકાય નહીં. એવું તો તોડકાંડના ભાગ રૂપે થતુ હોય એવું દેખાય આવે છે.

બાર એસો.ના પ્રમુખે સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, પોલીસે તોડકાંડને ચાલુ રાખવા માટે અરજીની આ સીસ્ટમ ઉભી કરી હોય એવું સ્પષ્ટ બની રહયું છે. ખરેખર અરજી પર તપાસની કોઇ જોગવાઇ કાયદામાં નથી ત્યારે ચોક્કસ પણે એવું કહી શકાય કે, અરજીના આધારે શહેર પોલીસ તોડકાંડના પ્રકરણો ઉભા કરી રહી છે. આવી પધ્ધતીને કારણે જ અત્યારે રાજકોટના પોલીસ કમિશનરને ગંભીર આક્ષેપોનો સામનો કરવો પડી રહયો છે.

સીઆરપીસી એટલે કે ક્રિમીનલ પ્રોસીજર કોડની જોગવાઇ સમજાવતા બારના પ્રમુખે જણાવ્યું હતું કે, સીઆરપીસીની જોગવાઇ પ્રમાણે એફઆઇઆર નોંધવાની જ રહે છે. જે રીતે અરજી લઇને બારોબાર મામલાનો નિકાલ કરવામાં આવે છે. એ તદન ખોટી પધ્ધતી છે.

રાજકોટ શહેર ઉપરાંત અન્ય શહેરોના જાણીતા કાયદા શાસ્ત્રીઓ, નિષ્ણાંતો અને બંધારણના અભ્યાસુઓ પણ એકસુરમાં એવું મંતવ્ય વ્યકત કરતા સંભળાયા છે કે, માત્ર અરજીને આધારે મામલો રફેદફે કરવાની પોલીસને કોઇ સત્તા નથી. અરજદાર કોઇપણ હેરાનગતી કે પરેશાની અંગે ફરિયાદ કરે અથવા તો કોઇ પ્રકારના અપરાધોનો શિકાર બન્યો હોય તો તેની અરજી લઇને એફઆઇઆર નોંધવાની જ રહે છે અને તેના પર તપાસ આગળ ચાલી શકે છે.

Read About Weather here

એ સીવાયની કોઇપણ પધ્ધતી જો અજમાવાતી હોય તો એ ઉપજાવી કાઢેલી પધ્ધતી છે જે બંધારણ માન્ય ન ગણાય.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here