રાજકોટ નાગરિક બેંકના વાંચન પરબમાં ભગવાન પરશુરામની ભાવ યાત્રા

રાજકોટ નાગરિક બેંકના વાંચન પરબમાં ભગવાન પરશુરામની ભાવ યાત્રા
રાજકોટ નાગરિક બેંકના વાંચન પરબમાં ભગવાન પરશુરામની ભાવ યાત્રા
સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબનાં 52માં મણકામાં ઇન્ચાર્જ પૂર્વ વાઇસ ચાન્સેલર, લેખિકા-રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા ડો. દર્શનાબેન ધોળકીયાએ, લેખક- વક્તા-રાજકારણી-સ્વાતંત્ર્ય સેવાની કનૈયાલાલ માણેકલાલ મુન્શીની

Visit Saurashtra Kranti Homepage here

કૃતિ ‘ભગવાન પરશુરામ’ની ભાવયાત્રા બેંકની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી. ડો. દર્શનાબેન ધોળકીયાએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘ભારત ભૂમિ ઉપર ત્રણ રામ થઇ ગયા. ભાર્ગવ રામ, રાઘવ રામ અને યાદવ રામ.

ભાવર્ગ રામ એટલે ભગવાન પરશુરામ, રાઘવ રામ એટલે ભગવાન શ્રી રામ અને યાદવ રામ એટલે કૃષ્ણ. પરશુરામ પહેલેથી જ વૃદ્ધ છે તેવી વાત મુન્શીએ કરી છે. આ કથા આર્ય સંસ્કૃતિની સ્થાપનની કથા છે.

પરશુરામ અને લોમા, જે પછીથી તેની પત્ની બને છે તેને લઇ આવીને દ્વારકાના તીરે મૂક્યા ત્યાંથી કથા શરૂ થાય છે અને સહસ્ત્રાજુનની અંત સાથે કથા પૂર્ણ થાય છે. આ બે બિંદુ વચ્ચે આખી કથા રચાયેલી છે. પરશુરામ રામને પણ સમકાલીન છે

અને કૃષ્ણને પણ સમકાલીન છે. આ બધાના સમયમાં પરશુરામ સ્વસ્યા છે. ત્રીસ જ વર્ષની ઉમરમાં તેઓ ભગવાન બન્યા છે. બધાને હરાવીને પરશુરામ આર્યત્વનું સંસ્થાપન કરે છે.’

આ વાંચન પરબમાં જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેકટર), અર્જુનભાઇ શિંગાળા (ડિરેકટર), કિર્તીદાબેન જાદવ (ડિરેકટર), દિનેશભાઇ પાઠક (કો-ઓપ્ટ ડિરેકટર), વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર,

સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો, નાગરિક પરિવારજનો ઉપરાંત વિશેષમાં રમજાન હસણીયા ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ખાસ યાદ રહે કે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા દર માસના ત્રીજા શનિવારે સાંજે 6.30 કલાકે વાંચન પરબનું આયોજન કરવામાં આવે છે

Read About Weather here

અને અત્યાર સુધીમાં 52 મણકાઓ સફળતાથી પૂર્ણ થયા છે. આ પ્રસંગે કિર્તીદાબેન જાદવે ડો. દર્શનાબેન ધોળકીયાનું પુસ્તક-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને રસપ્રદ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here