રાજકોટ ડિવિઝનમાં ભંગાર, ખખડધજ બસો ઓન ધ રોડ!

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સામાન્ય વરસાદમાં બસમાંથી ટપકતું પાણી: રજૂઆત કરાઈ

એસ.ટી.નો ટોલ ફી નંબર શોભાના ગાંઠિયા: સમાન

શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્ર સિંહ ઝાલા, શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ તલાટીયા, શહેર યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડ, સરલાબેન પાટડીયા, હિતાક્ષીબેન વડોદરિયા એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું (એસ.ટી.) એક સૂત્ર છે એસટી અમારી સલામત સવારી પરંતુ આ સૂત્ર કેટલું સાર્થક છે તે બતાવે છે કે રાજકોટ ડિવિઝનમાં આઠ લાખ કિલોમીટર ચાલેલી ભંગાર અને ખખડધજ 70 જેટલી ઓવર એઇઝ બસો ઓન ધ રોડ ચાલી રહી છે જ્યારે જ્યારે નવી બસો નું આગમન થાય ત્યારે જૂની અને ભંગાર ઓવર એઇજ બસો સ્ક્રેપમાં જતી હોય છે જો નવી બસો આવતી ન હોય તો આ જૂની ખખડધજ બસોથી એસટી ચલાવવામાં આવે છે.

Read National News : Click Here

(એસ.ટી.) રાજકોટ વાંકાનેર રાજકોટ બસ નંબર GJ18Z 1212 માં સવારે 8 કલાકે ઉપડતી બસમાં મુસાફરી દરમિયાન સવારમાં નજીવો અને ઝરમર વરસાદ હોય અને તેમ છતાં બસમાં કંડકટર સહિત અનેક સીટો પર પાણી પડતું હતું. જો બારે મેઘ ખાંગા થાય અને ધોધમાર વરસાદ આવે તો બસમાં પણ છત્રી રાખી બેસવું પડે તેવી પરિસ્થિતિ હતી. જે પગલે આ વાંકાનેર ડેપોની બસની ખખડધજ અને ભંગાર હાલત હોય જે અંગે વાંકાનેર ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટને ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા બસ અંગેની ફરિયાદ કરી જણાવ્યું હતું કે મુખ્યમંત્રી માટે 200 કરોડનું વિમાન લેવાતું હોય તો આ તમારા ડેપોની બસની ચોમાસા દરમિયાન તાકીદે મરામત કરાવવા ટેલિફોનિક રજૂઆત કરી હતી અને ડેપો મેનેજર ધ્યાન દોરવા બદલ ગજુભાનો આભાર વ્યક્ત કરી કહ્યું હતું કે હું જોવડાવી લઉં છું બસમાં પાણી ન પડે તેવી વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી.

Read About Weather here

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1800 233 666 666 એક ટોલ ફ્રી નંબર આપવામાં આવેલ છે પરંતુ આ નંબર પર એસટી બસો અંગેની કોઇપણ જાતની ફરીયાદો લેવામાં આવતી નથી એટલે કે આ નંબર શોભાના ગાંઠિયા જેવો જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here