રાજકોટ જીલ્લા-તાલુકામાં પાણીની કોઈ ફરિયાદ નથી:સહદેવસિંહ

રાજકોટ જીલ્લા-તાલુકામાં પાણીની કોઈ ફરિયાદ નથી:સહદેવસિંહ
રાજકોટ જીલ્લા-તાલુકામાં પાણીની કોઈ ફરિયાદ નથી:સહદેવસિંહ
રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાની ટર્મનું એક વર્ષ પુરૂ થયું છે. પોતાની એક વર્ષની કામગીરીનું સરવૈયું રજૂ કરતા જણાવ્યું હતું કે, કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં પણ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની રફતાર ધીમી પડવા દીધી નથી. રસ્તા, ગટર, માઈનોર બ્રિજ, સ્મશાન છાપરી, આંગણવાડીઓ, પંચાયતોના નવા બિલ્ડિંગો સહિતના કામો પાછળ કુલ રૂપિયા 1983 લાખ મંજુર કરવામાં આવ્યા છે. એક વર્ષમાં છ વખત મિટિંગ મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાના કારણે પ્રથમ વર્ષ ભારે પડકારરૂપ હતું તેમ જણાવતા સહદેવસિંહે કહ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ માટે મોટું વેઇટિંગ લિસ્ટ હતું. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા. પરંતુ અમે ગોંડલ, જસદણ, ધોરાજી અને જેતપુરમાં ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરાવી લોકોને રાહત આપી હતી. ગોંડલ તાલુકામાં તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કીટ, માસ્ક, પીપીઈ કીટ, ગ્લોઝ, સેનેટાઈઝર વગેરેની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

પૂરતા પ્રમાણમાં નર્સિંગ સ્ટાફ ન હોવાથી 8 નર્સને નિમણૂક આપવામાં આવી હતી અને તેનો પગારનો ખર્ચો અમે વ્યક્તિગત ધોરણે ઉપાડ્યો હતો. આ ઉપરાંત દર્દીઓ અને ગ્રામજનો માટે લાંબો સમય સુધી રહેવા જમવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કોલીથળમાં ઓક્સિજન માટે 16 પોઈન્ટ મુકાવ્યા હતા. એક ટનની કેપેસીટીવાળો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકો વચ્ચે સેવાકિય પ્રવૃતિમાં જીવ ના જોખમે કરેલ કામ માં પોતાને પણ કોરોના થઈ ગયો પરંતુ હિંમત હાર્યા વગર મોતના મુખમાંથી પરત આવીને તરત જ પુન: સેવામાં લાગી ગયા.

આંગણવાડી વધુ આધુનિક બનાવી છે તેમ જણાવતા સહદેવસિંહ કહ્યું હતું કે 15માં નાણાપંચના એક કરોડ 17 લાખની મંજૂરી આ માટે આપી છે. આંગણવાડીમાં ટીવી, ફ્રિઝ, રમકડા કલર પેઈન્ટીંગ, ભીત ચિત્રો વગેરેની વ્યવસ્થા કરીને આંગણવાડીઓને નમૂનેદાર બનાવી છે. પોતાના મતક્ષેત્રમાં ગ્રામ્ય રસ્તા અને પુલોના નવિનીકરણ, રીપેરીંગની પુષ્કળ કામગીરી કરેલ જેમાં ઉલ્લેખનીય બાબત કોલીથડ – અનીડા રોડ, ખડવંથલી બ્રિજની કામગીરી, હડમતાળા ગામે નદી પર કોઝવેનું કામ, આંબરડી ગામે પુરરક્ષક દિવાલનું કામ છે.

Read About Weather here

તેમની સતત જાગૃતતાના કારણે જિલ્લા પંચાયત ઉપરાંત રાજ્ય સરકારના કામોમાં પણ રજૂઆત કરી પરીણામ લાવેલ છે. કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું કે પ્રથમ વર્ષ કોરોનાની વિપરીત પરિસ્થિતિના કારણે પડકારરૂપ હતું પરંતુ ત્યારે પણ વિકાસની ગતિ ધીમી પડવા દીધી નથી અને હવે જ્યારે કોરોના પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે આ વર્ષે વિકાસની ગાડી વધું પુરપાટ ઝડપે દોડશે. સહદેવસિંહે જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લા-તાલુકામાં પાણીની કોઈ ફરિયાદ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here