રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન

રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન
રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન

ગુજરાત રાજ્ય કાનૂની સેવ સતા મંડળ, ગુજરાત હાઇકોર્ટનાં ઉપક્રમે જીલ્લા કાનૂની સતા મંડળ રાજકોટ દ્વારા તા.11 સપ્ટેમ્બર કરાયું આયોજન

ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તા.11/9 રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક- અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક- અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

સદર લોક- અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ એકટની કલમ -138 (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળ ના કેસો, બેક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો,  જમીન સંપાદનને લગતા કેસો, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો, અન્ય સમાઘાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક- અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બને પક્ષકારોને લાભ કર્તા છે.

Read About Weather here

તા.૧૧/૯ ના રોજ યોજાનાર લોક- અદાલતમાં તમામ પક્ષકારોને સકીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક- અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક- અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી સદર લોક- અદાલતનો મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો લોક- અદાલતમાં મુકાવી, લોક- અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here