રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને સરકારી સહાય

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને સરકારી સહાય
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને સરકારી સહાય

ડેરી વિકાસ યોજના માટે રૂા.3.50 કરોડનો ચેક અર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ-પશુપાલન મંત્રી રાધવજી પટેલનો આભાર માનતા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા

ગુજરાત સરકાર દ્વારા રાજય પુરસ્કૃત યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જીલ્લા ધ ઉત્પાદક સહકારી સંઘ માટે ડેરી વિકાસ યોજના વર્ષ : 2021-22માં રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પદક સંઘના વિઝિંયા કુર્લીંગ યુનીટનું નવીનિકરણ, તમામ ચીલીંગ / ફુલીંગ સેન્ટરના લેબોરેટરી ઈકિવપમેન્ટથા રાજકોટ ખાતેના મેઈન પ્લાંટ માટેની મશીનરીઓ વગેરે કામો માટે કુલ પ્રોજેકટ રૂા.2175.31 લાખમાંથી અમુક કામ બાદ કરી 80% લેખે સરકાર તરફથી સહાય રૂપે રૂા .1375.84 લાખ મંજૂર કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ મંજુર થયેલ પ્રોજેકટની સહાયની રકમ રૂા.3.5 કરોડના ચેકની અર્પણ વિધિનો કાર્યક્રમ આજે અટલબિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાયેલ હતા. જેમાં રાજયના કેબીનેટ મંત્રી કૃષિ અને પશુપાલન ગામ ઘવજીભાઈ પટેલ દ્વારા આ પ્રોજેકટના સહાયના પ્રથમ રૂા.3.5 કરોડનો ચેક રાજકોટ ડેરીને અર્પણ કરેલ હતો.

જે બદલ રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઈ પી. ધામેલીયાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજયના કેબીનેટ મંત્રી કૃષિ અને પશુપાલન રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યકત કરેલ હતો. આ પ્રોજેકટ મંજુર થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેલ પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો પણ આભાર માનેલ હતો.

રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ જણાવેલ હતું કે આ ગ્રાન્ટ (સહાય) ની મદદથી રાજકોટ જિલ્લાના ગ્રામીણથી લઈ અને શહેરી વિસ્તારમાં રહેતા અસંખ્ય લોકોને સીધી રીતે અથવા આડકતરી રીતે ફાયદો થશે તેવી આશા છે. આ પ્રોજેકટ મંજુર થવાથી રાજકોટ ડેરીના વિકાસને નવી દિશા મળશે. ગુજરાત સ2કા2ની આ ગ્રાન્ટની મદદથી સંઘ સંલગ્ન કુલીંગ યુનીટો તથા ડેરી ખાતે દૂધ ચકાસણીની પ્રક્રીયા વધુ સુદૃઢ બનશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ડેરી મેઈન યુનીટ ખાતે પ્રોજેકટ અંતર્ગત પ્લાંટ મશીનરી, ઈલેકટ્રીકલ, ફુલ્લી ઓટોમેટેડ સી.આઈ.પી. સીસ્ટમ, ઓટોમેશન ઓફ પેકિંગ સેકશન વગેરે પ્લાંટ વિસ્તૃતીકરણમાં તથા વિછિંયા કુલિંગ યુનીટના નવીનીકરણમાં સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટની મદદથી ડે 2ીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચ2 વધુ મજબુત બનશે.

સંઘ દ્વારા આધુનિક ટેકનોલોજીનો અમલક2ી ગુણવતાયુકત દૂધના ઉત્પાદનથી તેનો મહતમ લાભ દૂધ ઉત્પાદકોને મળશે.

Read About Weather here

આ કાર્યક્રમમાં પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, સચિવ નલીન ઉપાધ્યાય કલેકટર અરૂણ મહેશબાબુ, નિયામક ડો.ફાલ્ગુનીબેન ઠાકર, અધિક નિયામક, ડો.વસાવા ડીડીઓ દેવ ચૌધરી, જિલ્લા રજીસ્ટ્રાર વી.આર. કપુરીયા વિનોદ વ્યાસ ઉપસ્થિત રહેલ હતા. આ સિવાય ડેરીના કર્મચારીઓ અને દૂધ ઉત્પાદકોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવેલ હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here