રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનો આશાવાદ

રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનો આશાવાદ
રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનો આશાવાદ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાશે
વિકાસની રાજનીતિને ધ્યાને લઈને ભાજપ તરફી ભારે મતદાન કરવા બદલ મતદારોનો આભાર માન્યો

ગુજરાતમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ફરીથી ભગવો લહેરાશે. રાજકોટ જિલ્લાની ગ્રામ-પંચાયતની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના સમજુ અને શાણા મતદારોએ ગુજરાતની વિકાસની રાજનીતિ કરતી ભાજપ તરફી શાંતિપૂર્ણ ભારે મતદાન કર્યું,

Visit Saurashtra Kranti Homepage here

તે બદલ રાજકોટ જિલ્લાના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરતાં રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ જણાવતા કહ્યું હતું કે, મતદાનની ઉચી ટકાવારી જોતા લાગી રહ્યું છે

કે, લોકોએ ભાજપના શાસનમાં ફરી એક વખત વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટ જિલ્લાના તમામ મતદારોએ વિકાસની રાજનીતિ કરતા ભાજપ તરફી ભારે મતદાન કર્યું છે એ જ બતાવે છે કે ગુજરાતમાં ચોતરફ વિકાસ થયેલો છે. તેના ઉપર મતદારોએ મહોર મારી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પારદર્શી અને વિકાસલક્ષી કામગીરીને કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપ તરફી સરપંચો અને સભ્યઓનો ભવ્ય વિજય નિશ્ર્ચિત છે. ગુજરાતમાં શાંતિ,સલામતી અને સમૃદ્ધ ગુજરાત માટે ભાજપની રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

ભાજપના શાસનમાં શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોનો પણ ખૂબ જ વિકાસ થયો છે. ભાજપ સરકારે મહિલાઓ, વિધવા બહેનો, વૃદ્ધ-દિવ્યાંગો તેમજ યુવાઓને લગતી વિવિધ યોજનાઓના લાભ ગ્રામ્ય વિસ્તારના પ્રત્યેક ઘર સુધી પહોંચાડયો છે.

ભવ્ય અને દિવ્ય ગુજરાતનાં નિર્માણ માટે રાજકોટ જિલ્લાનો પ્રત્યેક કાર્યકર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને જન જન સુધી સરકારની પ્રજાલક્ષી, વિકાસલક્ષી યોજનાઓ પહોંચાડી છે.

એ બદલ જિલ્લા ભાજપના હોદ્દેદારો, સંગઠનના પાયાના કાર્યકર્તાઓ, પેજ કમિટી અને બુથ કમિટીના સભ્યઓ, જિલ્લાના ધારાસભ્યઓ, સંસદ સભ્યઓ, બોર્ડ-નિગમના ચેરમેનઓ, ડિરેક્ટરઓએ તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા.

Read About Weather here

રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચઓ અને સભ્યઓનો જ્વલંત વિજય થશે. તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. તેમ રાજકોટ જિલ્લા ભાજપના પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here