રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની ગતિ વધી, ગ્રામ્ય વિસ્તારોમાં 78%ને પ્રથમ ડોઝ

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની ગતિ વધી, ગ્રામ્ય વિસ્તારોમાં 78%ને પ્રથમ ડોઝ
રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની ગતિ વધી, ગ્રામ્ય વિસ્તારોમાં 78%ને પ્રથમ ડોઝ

સૌથી ધીમે જયાં રસીકરણની શરૂઆત થઇ એ વિંછીયા તાલુકામાં 65% રસીકરણ પુરૂ: જિલ્લાની રસીકરણની કામગીરી વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પુરપાટ વેગ સાથે આગળ ધપી રહી છે. અત્યાર સુધી જે વિસ્તારોમાં ઓછું રસીકરણ થયું હતું ત્યાં પણ કામગીરી વેગ પકડી રહી છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 78% લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે અને 97 જેટલા ગામડાઓમાં 100% રસીકરણ સંપન્ન કરી શકાયું છે તેવું આજે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

પત્રકારોને આપેલી માહિતીમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, સૌથી વધુ લોધીકા તાલુકામાં 95% વેક્સિનેશન થઇ ગયું છે. ત્યારે સૌથી ઓછું વિંછીયા તાલુકામાં 65% જેટલું વેક્સિનેશન થયું છે. જો કે વિંછીયા તાલુકામાં છેલ્લા બે મહિના દરમ્યાન રસીકરણની કામગીરી નોંધપાત્ર પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે જે સરકારી તંત્રની મહેનતનું પરીણામ છે.

ડીડીઓ ચૌધરીએ ઉર્મેયું હતું કે, વિંછીયામાં બે મહિના પહેલા સુધી માત્ર 25% વેક્સિનેશન થયું હતું. ત્યાં ગામડાઓમાં લોકો રસીકરણના મામલે નિરસ જણાયા હતા. આથી જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ટુકડીઓ મોકલવામાં આવી હતી. ઘરે-ઘરે જઇને લોકોને સમજાવવામાં આવ્યા હતા. ગ્રામ સભાઓ શરૂ કરવામાં આવી હતી જેની નોંધપાત્ર અસર થવા પામી છે. એટલે હવે વિંછીયા તાલુકામાં વેક્સિનેશનની ટકાવારી વધીને 65 ટકા સુધી પહોંચી ગઇ છે જે જિલ્લાના વહીવટી અને આરોગ્ય તંત્રના અધિકારીઓની મહેનતનું પરીણામ છે.

તેમણે માહિતી આપી હતી કે, જિલ્લામાં 12 લાખ 10 હજાર જેટલા નાગરીકોને વેક્સિનના બન્ને ડોઝ અપાઇ ગયા છે. 9 લાખ 26 હજાર લોકોએ એક ડોઝ મેળવ્યો છે. 97 જેટલા ગામડાઓમાં 100% વેક્સિનેશન થઇ ગયું છે. સૌથી વધુ જેતપુર તાલુકાના 24 ગામડાઓમાં વેક્સિનેશન થયું છે. જામકંડોરણા, રાજકોટ રૂરલ અને લોધીકા પંથકના ઘણા બધા ગામોમાં વેક્સિનનું 100% લક્ષ્યાંક સિધ્ધ કરી લેવામાં આવ્યું છે. 463 જેટલા ગામડાઓમાં 75%થી વધુ રસીકરણ સંપન્ન થઇ ગયું છે.

Read About Weather here

વિંછીયા તાલુકાનો ઉલ્લેખ કરતા ડીડીઓ ચૌધરીએ જણાવ્યું હતું કે, અંધશ્રધ્ધા જેવા અનેક કારણોસર વિંછીયા તાલુકામાં પ્રારંભથી વેક્સિનેશનનું પ્રમાણ ઓછુ રહયું હતું એ પછી તાલુકાના ગામડાઓમાં ફરીને આરોગ્ય કર્મીઓએ ગ્રામ લોકોને સમજાવવાનું શરૂ કર્યુ હતું. કોરોનાથી બચવું હોય તો વેક્સિન એ શ્રેષ્ઠ ઉપાય છે એવું લોકોને સમજાવવામાં આવ્યું હતું. જેના કારણે લોકોમાં જાગૃતિ આવી છે અને આ તાલુકામાં પણ વેક્સિનેશનની ગતી નોંધપાત્ર રીતે વધી ગઇ છે. અત્યારે 65% તાલુકાનું વેક્સિનેશન કરી લેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જો કોરોનાની ત્રીજી લહેર આવે તો વેક્સિનેશન એ જ સૌથી મોટુ હથીયાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here