રાજકોટ જિલ્લામાં બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા કાલથી રસીકરણનો પ્રારંભ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ન્યુમોકોલ કોજયુંગેટ વેક્સિન પીસી.વી.નો પહેલો ડોઝ અપાશે, બીજો ડોઝ 14 અઠવાડિયા પછી અને 9 મહિના પછી બુસ્ટર ડોઝ આપવામાં આવશે
દરેક વાલીઓ પોતાના બાળકોને રસી અવશ્ય મુકાવે: જિલ્લા આરોગ્ય અધિકારીની અપીલ

નાના બોળકોમાં બેકટેરીયાથી થતાં ફેફસાના ચેપી રોગોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા એ ગંભીર પ્રકારનો ચેપ છે. રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને ઉધરસ આવવી, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તિવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી અને જો બાળક ગંભીર પ્રકારે બીમાર હોય

Visit Saurashtra Kranti Homepage here

તો તેને ખાવા પીવામાં પણ તકલીફ રહે છે. તેને આંચકી આવી શકે છે. બેભાન થઇ શકે છે અને કયારેક તેનું મૃત્યુ પણ થઇ શકે છે.

આ રોગ એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ સુધી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે. જેમકે ખાંસી અને છિંક આવવી. નાની ઉમરના બાળકોમાં આ રોગને રસીકરણ દ્વારા ફેલાતો અટકાવી શકાય છે.

આથી આ રોગથી થતાં મૃત્યુના પ્રમાણને ઘટાડવા આવતીકાલથી રાજકોટ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીનેશનનો કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કાર્યક્રમ અતંર્ગત જે બાળકો રસીકરણ માટે 6 અઠવાડીયા

અથવા પોલીયો-1 અને પેન્ટાવેલેન્ટ-1 ના પહેલા ડોઝ માટે રસીકરણ માટે આવે ત્યારે ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીન પી.સી.વી.નો પહેલો ડોઝ આપવમાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ 14 અઠવાડીયા પછી અને 9 મહિના બાદ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.

ખાનગી દવાખાનાઓમાં પણ આ રસી ઉપલબ્ધ છે. જયારે તમામ સરકારી દવખાનાઓમાં આ રસી વિનામુલ્યે આપવામાં આવશે. સ્થાનિક કક્ષાએ લોકોમાં આ અંગે જાગૃતિ અર્થે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચુંટાયેલા

પ્રતિનિધીઓની ઉપસ્થીતીમાં કાર્યક્રમ અન્વયે રસીકરણ કેન્દ્રો પર પ્રથમ બાળકને પ્રથમ ડોઝ આપવાનું આયોજન કરાયેલ છે. આ અંગે વધુ વિગતો માટે સ્થાનીક આરોગ્ય કર્મચારી

Read About Weather here

અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને દરેક વાલીઓ પોતાના બાળકને આ રસી અવશ્ય મુકાવે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની યાદીમાં આપીલ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here