હવે, મને હેરાન કરશો તો આત્મવિલોપન કરી લઇશ: પરેશભાઇ

હવે, મને હેરાન કરશો તો આત્મવિલોપન કરી લઇશ: પરેશભાઇ
હવે, મને હેરાન કરશો તો આત્મવિલોપન કરી લઇશ: પરેશભાઇ

ટ્રાફિક મેમોના પૈસા ન હોવાથી આધેડે પો. કમિશનરને લેખિત અરજી કરી કિડની વેચવા મંજૂરી માંગી
મારા હાથ પર રકમ ન હોવાથી કિડની વેચી દંડની રકમ, વીજબિલ અને મારાં સંતાનોની સ્કૂલની ફી ભરીશ: આધેડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કે નિયંત્રણ રાખવાના નામે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક દંડ મેમો ફટકારવામાં આવતા શહેરીજનોમાં આક્રોશ ઠાલવ્યો છે. અનેક વાહનચાલકો આવા નિયમોથી હેરાન-પરેશાન છે.

Visit Saurashtra Kranti Homepage here

વકીલોએ પણ આ મેમો સામે ઝુંબેશ છેડી હતી. ત્યારે મેમોથી કંટાળેલા એક ગાંધીગ્રામ વિસ્તારના વાહનચાલક પરેશભાઇ રાઠોડે તો મારી પાસે ટ્રાફિક મેમોની દંડની રકમ ભરવાના પૈસા નથી,

મને કિડની વેચવાની મંજૂરી આપો કહી પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરતાં પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. પરેશભાઇએ જણાવ્યું હતું કે હવે મને હેરાન કરશો તો હું આત્મવિલોપન કરી લઈશ.

પરેશ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય માણસ પોતાનો જીવનનિર્વાહ માંડ માંડ ચલાવતો હોય ત્યારે તેને ધમકી આપી દંડની રકમ પરાણે વસૂલાય છે, આ નીતિ તો ન ચાલે ને. કિડની વેચવાનું એક જ કારણ છે

કે મારા હાથ પર પૈસા નથી અને બચત રાખી હતી બેન્ક-મેનેજરે મારી જાણબહાર એ રકમ વીમામાં નાખી દીધી હતી. મારા હાથ પર રકમ ન હોવાથી કિડની વેચી દંડની રકમ, વીજબીલ અને મારાં સંતાનોની સ્કૂલની ફી ભરવાની છે.

મેં રજૂઆત પોલીસ કમિશનરને કરી છે, આ નકલ મેં ગુજરાત હાઈકોર્ટ, મુખ્યમંત્રી, નાણામંત્રી અને ગૃહમંત્રીને મોકલી છે.

ગાંધીગ્રામ ભારતીનગર-1માં રહેતા અને ગ્રાફિક ડિઝાઈનિંગનો વ્યવસાય કરતા પરેશ મનસુખભાઈ રાઠોડ નામના આધેડે પોલીસ કમિશનરને સંબોધીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે

કે પોતાની પાસે ટૂ-વ્હીલર છે, એ તેના પત્નીના નામે છે. બે દિવસ પહેલાં 15 ઓક્ટોબરના રોજ બે ટ્રાફિક-પોલીસમેન મારા ઘરે આવ્યા હતા અને 2018ની સાલમાં આવેલા ટ્રાફિક મેમોની બાકીની રકમ ઉઘરાણી માટે આવ્યા છીએ,

કહી આ રકમ ટ્રાફિક શાખાની રૂડા પાસેની કચેરીએ ભરી દેજો, જેથી કરીને તમારું બાઈક ડિટેઇન કરવું ન પડે.

વાહન ડિટેઇન થશે તો ધંધા-રોજગાર અને ઘરના વ્યવહારોને પણ અસર પડશે. પરેશભાઇએ ટ્રાફિક મેમો બાબતે રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ દિવાળીના તહેવારો છે. ધંધામાં દૈનિક ખર્ચાઓ માંડ નીકળી રહ્યા છે.

દંડની રકમ ભરવા માટે હાલ સક્ષમ નથી. જો વાહન ડિટેઈન કરવામાં આવે તો ધંધા-રોજગાર અને ઘરના વ્યવહારોને પણ અસર પડે એમ છે. આમ છતાં જો પોલીસ દંડ માટે આગ્રહ રાખશે તો નાછૂટકે પોતે પોતાની કિડની વેચવા માટે મજબૂર બનશે.

આ ઉપરાંત તેણે વીજ કંપની સામે પણ બિલથી વધુ રકમ માગીને ધમકી આપ્યા સહિતના અને બેન્ક સામે પણ આક્ષેપો કર્યા છે. જોકે હાલ તો ટ્રાફિક મેમો ભરવા માટે કિડની વેચવાની માગેલી મંજૂરીએ પોલીસમાં પણ ચર્ચા જગાવી છે.

લેખિત રજૂઆતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનેકવાર અપમાનિત થયા પછી મને મારું જીવન વ્યર્થ લાગે છે, પરંતુ મારા કુટુંબના સભ્યો મારા ભરોસે છે અને હું એકમાત્ર તેનો આશરો છું.

તો હાલના સંજોગોમાં મારે ટ્રાફિકના દંડના પૈસા ભરવા માટે, બાકી રહેલું વીજબિલ ભરવા માટે અને મારી પુત્રીના અભ્યાસના ખર્ચના નિભાવ માટે બીજો કોઈ રસ્તો નથી, આથી મને મારા શરીરનું એક મહત્ત્વનું અંગ, જે કિડની છે એ વેચવાની મંજૂરી આપવામાં આવે.

જો તમે તપાસ કરી અને ન્યાય અપાવીને સન્માનપૂર્વક જીવાડવા માગતા હો તો પહેલા મને જવાબદાર અધિકારીની લેખિતમાં ખાતરી અપાવશો. આ સિવાય એક વાત વધુ કે હું હજી એક જવાબદાર નાગરિક તરીકે મારી જાતને જોઉં છું.

Read About Weather here

યોગ્ય તપાસ અને સુરક્ષાની લેખિત ખાતરી આપી શકતા હો તો હું જાણકારી આપવા તૈયાર છું. આશા રાખું છું કે તો સામાન્ય નાગરિકની ભાવનાને આપ સમજી શકો, આથી આવા કાર્ય બદલ મારે અત્યારે મજાકને પાત્ર બનવું પડે છે. પરેશભાઇએ લેખીત અરજીમાં આક્ષેપો કર્યા છે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here