રાજકોટ જિલ્લામાં ઘાતક કોરોનાએ 240 બાળકોને અનાથ બનાવ્યા

રાજકોટ જિલ્લામાં ઘાતક કોરોનાએ 240 બાળકોને અનાથ બનાવ્યા
રાજકોટ જિલ્લામાં ઘાતક કોરોનાએ 240 બાળકોને અનાથ બનાવ્યા

193 બાળકો એવા છે જેમને એક માત્ર આધાર સમાન માતા કે પિતા પણ ગુમાવ્યા

47 બાળકોએ કોરોનાના ફટકાથી માં અને બાપ બન્ને ગુમાવ્યા : સત્તાવાર આંકડા જાહેર

કોરોનાની મહામારીના બીજા તબક્કા દરમ્યાન કરૂણતા, વિપદા અને વેદનાઓની વણજાર સર્જાઇ ગઇ છે. કોરોનાના બીજા વેવના ભયાનક આક્રમણની થપાટને કારણે રાજકોટ જિલ્લામાં 240 બાળકો અનાથ બની ગયા છે. કેટલાક બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા છે તો ડઝન બંધ બાળકોએ તો માં અને બાપ બન્ને ગુમાવ્યા છે અને છત્રછાયા વિહોણા થઇ જવા પામ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાએ અનાથ બનાવેલા બાળકોના સત્તાવાર આંકડા જાહેર કર્યા હતા. જે વાંચીને કરૂણતાથી મન ભરાઇ જાય છે.

Subscribe Saurashtra Kranti here

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયા મુજબ 193 બાળકો એવા છે જેમણે એકમના એકમાત્ર હૈયાત માતા કે પિતા પણ ગુમાવી દીધા છે. જયારે 47 બાળકો એવા છે જેમણે કોરોનાને કારણે માતા અને પિતા બન્ને ગુમાવી દીધા છે. મુખ્યમંત્રીની બાળ સેવા યોજના અંતર્ગત વહીવટી તંત્રને 240 જેટલી અરજીઓ મળી છે. જિલ્લા મહિલા અને બાળવિકાસ વિભાગને આવા અનાથ બાળકોના વાલીઓ અને સમાજના અન્ય લોકો તરફથી મદદ માટે 47 જેટલી અરજીઓ મળી છે. જેના પરથી ખ્યાલ આવે છે કે, કોરોનાએ અનેક પરીવારોને બરબાદ કરી નાખ્યા છે અને સેંકડો બાળકોને પલકવારમાં માં-બાપના છત્ર વિનાના કરી નાખ્યા છે.

માતા-પિતા બન્ને ગુમાવી દેનાર ત્રણ બાળકો વતી અરજી મળી છે. જેમની વય 1થી માંડીને 5 વર્ષ સુધીની છે. 6 થી 10 વર્ષ વચ્ચેની વય સુધીના 11 બાળકોની અરજીઓ મળી છે. બાળ કલ્યાણ અને વિકાસ વિભાગને મળેલી 193 અરજીઓ એવા બાળકોની છે જેમણે માં-બાપ પૈકીના એકને કોરોના મહામારીમાં ગુમાવી દીધા છે. જેના માં-બાપ પૈકીના એક જ વાલી હૈયાત હતા એ પણ આ બાળકોએ ગુમાવી દીધા હતા. 5 વર્ષથી ઓછી વયના આવા 27 બાળકો છે. જયારે 6 થી 10 વર્ષની વચ્ચેની વયના 58 બાળકો છે અને 10 વર્ષથી વધુ વયના 108 બાળકો છે.

Read About Weather here

ગુજરાતના સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમની સંવેદનશીલતાનો વધુ એક વખત પુરાવો આપ્યો છે અને કોરોનાએ અનાથ બનાવેલા આવા બાળકો માટે આજીવન સહાયની યોજના જાહેર કરી છે અને અનાથના નાથ બનવાનું પુર્ણયશાળી કાર્ય અમલમાં મુકયું છે. આવા બાળકોના નિભાવ અને અભ્યાસ એ તમામનો ખર્ચ સરકાર ઉઠાવશે અને એ માટે માસીક રોકડ સહાય નક્કી કરવામાં આવી છે જે આવા બાળકોની સંભાળ લેનાર વાલીઓના ખાતામાં જમા થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here