રાજકોટ જિલ્લાનાં 19 રેશનીંગ દુકાનદારોનાં પરવાના રદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ કલેકટરનાં આદેશથી જિલ્લા પુરવઠા અધિકારીની દાખલારૂપ કડક કાર્યવાહી; કુલ 21 પરવાનેદારો સામે તપાસ બાદ 21 માંથી 19 નાં પરવાના કાયમી રદ
બોગસ રેશનકાર્ડ પર નકલી ફિંગરપ્રિન્ટથી સરકારી અનાજ ચાઉં કરવાના પ્રકરણમાં આકરા પગલાથી પરવાનેદારોમાં ખળભળાટ
1 દુકાનદારનાં પરવાનાને લીલીઝંડી: અન્ય એક દુકાનદારે રાજીનામું આપતા પરવાનો રદ
નાયબ પોલીસ કમિશનર સાઈબર ક્રાઈમ અમદાવાદની તપાસમાં ગેરરીતિઓનો ભાંડો ફૂટ્યા બાદ સરકાર તરફથી નમુનારૂપ પગલા, સૌરાષ્ટ્રભરમાં સનસનાટી

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ગરીબોનું અનાજ બોગસ રેશનકાર્ડ પર અને નકલી ફિંગરપ્રિન્ટ થકી બારોબાર ચાઉં કરી જતું હોવાની અનેક ફરિયાદો વખતો વખત અલગ જિલ્લાઓમાંથી ઉઠતી રહે છે અને સરકાર સુધી પણ રજૂઆત થતી રહે છે. બોગસ રેશનકાર્ડ પર અનાજ બારોબાર પગ કરી જતું હોવાની રાજકોટ જિલ્લામાં મળેલી ઢગલાબંધ ફરિયાદો બાદ તપાસને અંતે રાજકોટ જિલ્લા કલેકટરનાં આદેશથી અત્યંત કડક પગલા લેવામાં આવતા વાજબી ભાવનાં પરવાનેદારોમાં ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લામાં કુલ 21 પરવાનેદારો સામે તપાસ બાદ આજે કલેકટરની સુચનાથી રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીએ સાગમટે 19 પરવાનેદારોનાં પરવાના કાયમી રીતે રદ કરી દેતા સૌરાષ્ટ્રભરમાં ગેરરીતિ આચરનારા આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. માત્ર 1 દુકાનદારનો પરવાનો બચી ગયો છે અને એક દુકાનદારે રાજીનામું આપી દીધું હોવાથી તેનો પરવાનો કાયમી રીતે રદ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રભર માટે રાજકોટ જિલ્લા કલેકટર અને પુરવઠા અધિકારીની કડક કાર્યવાહી દાખલારૂપ બની રહેશે. જિલ્લા પુરવઠા અધિકારી પી.બી.માંગુડાની એક યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાનાં વ્યાજબી ભાવની રેશનની દુકાનનો પરવાનો ધરાવતા 25 દુકાનદારો સામે ગેરરીતિઓની ફરિયાદ બદલ તપાસ હાથ ધરવામાં આવી હતી. નકલી ફિંગરપ્રિન્ટનો કસબ અજમાવીને 380 જેટલા બોગસ રેશનકાર્ડ પર અંદાજે રૂ.79 લાખની કિંમતનું અનાજ બારોબાર વેચાઈ ગયાનાં આરોપ બદલ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યા મુજબ સાઈબર ક્રાઈમ અમદાવાદ શહેર પોલીસનાં ના.પોલીસ કમિશનર દ્વારા આ સાઈબર ક્રાઈમની ઊંડી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ ગત 8 ડિસેમ્બર 2020 નાં રોજ તપાસ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન આ તમામ 25 દુકાનદારોનાં પરવાના તાત્કાલિક અસરથી 90 દિવસ માટે મોકૂફ કરી દેવામાં આવ્યા હતા. 25 દુકાનદારો પૈકી 4 દુકાનદારો અંગેનો તપાસ અહેવાલ હજુ બાકી છે. અન્ય 21 સામે કાર્યવાહી કરી દેવામાં આવી છે. તેમાં 21 માંથી 19 નાં પરવાના કાયમી રીતે રદ કરી દેવામાં આવ્યા છે. એક પરવાનો ચાલુ રાખવામાં આવ્યો છે. જયારે એક દુકાનદારે રાજીનામું આપી દીધું હોવાથી પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે.

જે દુકાનદારોનાં પરવાના કાયમી રદ થયા છે અને જે દંડ કરાયો છે તેની ક્રોસ વેરીફીકેશન પછીની વિગતો નીચે મુજબ છે.હિતેશ જગદીશ ત્રિવેદી- જેતપુર (દંડ રૂ.168795), કાજી યાહયાભાઈ ગફાર- નવાગઢ (દંડ રૂ.178181), નીતિનભાઈ સવજી નાગર- જેતપુર (દંડ રૂ.40319), વિજયગીરી ગોસાઈ- નવાગઢ (દંડ રૂ.42447), જગજીવન ગોબરભાઈ- દેરડી- જેતપુર (દંડ રૂ.99186), દિલીપ ચંદુભાઈ ભાયાણી- આરબટીંબડી (દંડ રૂ.39419), સુખદેવભાઈ જોષી- જેતપુર (દંડ રૂ. 311150), યોગેશભાઈ ગુણશંકર મહેતા- જેતલસર (દંડ રૂ.1638300), વિજય બાવાનજીભાઈ વઘાસીયા- વિરપુર (દંડ રૂ.17988), સંજય તુળજાશંકર જાની- દેવકીગાલોળ (દંડ રૂ.183878), મુકેશ જયંતીલાલ જોબનપુત્રા- રાજકોટ (દંડ રૂ.158951), લાખાભાઈ ખીમાભાઈ બગડા- રાજકોટ (દંડ રૂ.1330457),

Read About Weather here

હસમુખભાઈ નાનજીભાઈ રાણા- રાજકોટ (દંડ રૂ.1209678), એન.એમ.ભારમલ- રાજકોટ (દંડ રૂ.979680), રાકુસા દીનાબેન સુરેશભાઈ- રાજકોટ (દંડ રૂ.248110), ઢેબર કોલોની પ્રગતિ મંડળ- ઢેબર કોલોની-2 (દંડ રૂ.237086), રમીલાબેન હસમુખરાય ઝાલાવાડિયા- રાજકોટ (દંડ રૂ.438231), શોભનાબેન શૈલેષભાઈ પીપળીયા- રાજકોટ (દંડ રૂ.460373), મનીષભાઈ નટવરલાલ જોબનપુત્રા- ત્રંબા (દંડ રૂ.82404). કિશોરભાઈ નથુભાઈ બારોટ (કસ્તુરબાધામ- રાજકોટ) ની દુકાનનો પરવાનો માન્ય રહેતા દુકાન પુન: શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. જયારે વિરપુરનાં બંસરીબેન ગૌરવભાઈ ગાજીપરાએ રાજીનામું મુક્યું હોવાથી પરવાનો રદ કરાયો છે અને રૂ. 49981 જેટલો દંડ કરવામાં આવ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here