રાજકોટ ગ્રામ્યના સરકારી ખરાબામાં થયેલા દબાણો રેગ્યુલાઈઝ કરવા રજૂઆત

રાજકોટ ગ્રામ્યના સરકારી ખરાબામાં થયેલા દબાણો રેગ્યુલાઈઝ કરવા રજૂઆત
રાજકોટ ગ્રામ્યના સરકારી ખરાબામાં થયેલા દબાણો રેગ્યુલાઈઝ કરવા રજૂઆત

અઢીથી ત્રણ ગણી જંત્રીની રકમ વસુલ કરી
ગ્રામ્ય વિસ્તારના રસ્તાની મરામત, નવા રસ્તા માટે 3725 લાખની ગ્રાન્ટ ફાળવવા સહિતના વિકાસ કામોની રજૂઆત કરતા ભુપત બોદર
રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવા મંત્રીમંડળની રચના થઈ છે ત્યારે રાજયના નવનિયુકત કેબીનેટ મંત્રીઓ તથા રાજયકક્ષાના મંત્રીઓ સાથે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની ઉપસ્થિતિમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી, અને નવનિયુકત મંત્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા મુખ્યમંત્રી તથા મંત્રીઓને રાજકોટ જિલ્લાના વિવિધ ગામોને માળખાકીય તથા આંતર માળખાકીય સુવિધા અંતર્ગત તથા વિવિધ વિકાસકાર્યોને વેગ મળે તેવા શુભ આશયથી રજૂઆતો કરવામાં આવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા જણાવેલ કે જે કિસ્સામાં રાજકોટ જિલ્લાના ચેકડેમની માલીકી નકકી થતી ન હોય તેવા કિસ્સામાં ચેકડેમની મરામતની કામગીરી કરવાની જિલ્લા પંચાયતના સ્વભંડોળ

તેમજ સરકારની અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા યુનીટ રેટના ભાવો મંજુર કરવા અંગે સરકારમાં મંજુરી મેળવવા અંગે તેમજ આવા ચેકડેમ તાત્કાલીક રિપેરિંગ કરવામાં વિલંબ ન થાય તેમજ જળસંચયમાં વધારો થાય તથા લાભ મળી રહે તે માટે રજૂઆત કરી હતી.

કેબીનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને રજૂઆત કરતા ભૂપતભાઈ બોદરે રાજકોટ જિલ્લા પંચાયતના વિવિધ યોજનાકીય કામો સંબધિત વિભાગોમાં કરેલ દરખાસ્તો મંજુર થવા બાબતની રજૂઆતો કરેલ હતી.

ગ્રામ્ય વિસ્તારમાં ઘણા દબાણો થતા હોય સરકાર આ ગામતળને દબાણકર્તાઓ પાસેથી અઢી થી ત્રણ ગણી જંત્રીની રકમ જે રીતે સીટી વિસ્તારમાં સૂચિત વિસ્તારોમાં ઈમ્પેકટ ફી વસુલી રેગ્યુલરાઈઝ કરી આપે છે

તે રીતે રકમ નકકી કરી કાયદેસર કરી આપે તો સરકારને મહેસુલ તેમજ જંત્રીની માતબર આવક થાય.તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી ખરાબાઓમાં ગ્રામજનો દ્વારા દબાણ કરવામાં આવતા હોય,

આ પ્રશ્ર્ને ગ્રામપંચાયત તથા મામલતદારની કચેરી દ્વારા વારવાંર કાર્યવાહી કરવી પડતી હોય આ ખરાબાઓ દબાણકર્તાઓને જમીનની મર્યાદા નકકી કરીને અઢીથી ત્રણ ગણી જંત્રીની રકમ વસુલ કરી રેગ્યુલરાઈઝ કરી આપવામાં આવે તો સરકારને પણ આર્થિક આવક થાય તેમજ દબાણનો પ્રશ્ર્ન કાયમી રીતે હલ થાય તે માટે વિસ્તૃત રજુઆત કરવામાં આવેલ હતી.

પૂર્ણેશભાઈ મોદીને રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજકોટના ગ્રામ વિસ્તારના રોડ – રસ્તાની મરામત-સમારકામ – નવા રસ્તા માટે રૂા. 37રપ લાખના કામો અંગે ગ્રાન્ટ ફાળવવા વિસ્તૃત રજૂઆત કરી હતી.

આ તકે રાજકોટ જિલ્લાના 340 ગામોમાં 34 પશુ દવાખાના ફાળવવા અંગે રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરેલ હતી.રાજકોટ જિલ્લા પંચાયતનું રૂા.ર9.40 કરોડના ખર્ચે નવુ જિલ્લા પંચાયત ભવન બનાવવા અંગે ભુપતભાઈ બોદર ધ્વારા રજૂઆત કરાઈ હતી.

ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર થવાના ઉમદા હેતુ માટે પ્રોત્સાહન પુરૂ પાડવા રાજકોટ ખાતે રાષ્ટ્રીય પસરસ મેળાની મંજુરી માટે વિસ્તારપૂર્વક રજૂઆત કરેલ હતી.

Read About Weather here

મંત્રી અરવીંદભાઈ રૈયાણીને રજૂઆત કરાઈ હતી કે, રાજકોટ તાલુકાના જુદા- જુદા ગામોના નવા એસ.ટી. બસના રૂટ ચાલુ કરવા માટે તેમજ કુવાડવા ખાતે નવું બસ સ્ટેન્ડ મંજુર કરવા અંગે વિગતવાર રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here