રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના અગ્રણીઓની ચિંતન બેઠક યોજાશે

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના અગ્રણીઓની ચિંતન બેઠક યોજાશે
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના અગ્રણીઓની ચિંતન બેઠક યોજાશે

ભૂદેવ સેવા સમિતિ દ્વારા વર્ષ 2022 માં વિવિધ કાર્યક્રમોની વણજાર
પાંચ હજાર સભ્યો નોંધણી લક્ષ્ય, વોર્ડ વાઈઝ કમિટી બનાવાશે
માર્ચમાં શહેરના તમામ વોર્ડમાં કાર્યાલય ખોલવામાં આવશે: તેજસ ત્રિવેદી

ભૂદેવ સેવા સમિતિ સંસ્થા દ્વારા સામાજીક તથા સેવાકિય કાર્ય જેવા કે રકતદાન કેમ્પ, વિદ્યાર્થી પારિતોષિક તથા સન્માન સમારાહ, સર્વરોગ નિદાન કેમ્પ, યુવક-યુવતિ પરિચય સંમેલન, સરકારી યોજનાની જાણકારી આપવી, મા.વાત્સલ્ય કેમ્પનું આયોજન,

Visit Saurashtra Kranti Homepage here

ગણેશ મહોત્સવ તથા અન્ય સેવાકિય પ્રવૃતિઓ ખૂબજ સારી ભાવના સાથે કરવામાં આવે છે.ભૂદેવ સેવા સમિતિના ચેરમેન અને બ્રહ્મયુવા અગ્રણી તેજસ ત્રિવેદી જણાવ્યું છે કે તા.1 ડીસેમ્બરથી 31મી ડીસેમ્બર સુધીમાં ભૂદેવ સેવા સમિતિમાં આજીવન સભ્યોની નોંધણી શરૂ કરવામાં આવી છે.

તેની તમામ પેટા તળગોળના બ્રહ્મ પરિવારોએ તેમજ સમસ્ત બ્રહ્મસમાજના લોકોએ ખાસ નોંધ લેવી.આ વર્ષે ભુદેવ સેવા સમિતિના યુવાનો દ્વારા આવનારા દિવસોમાં વોર્ડવાઈઝ અલગ અલગ સમિતિ બનાવી 31 ડીસેમ્બર સુધીમાં શહેરના તમામ વોર્ડમાં સભ્ય નોંધણી કરવા તથા

પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યોની વરણી કરવામાં આવશે.અત્યાર સુધીમાં 17,000 થી વધુ સભ્યોની નોંધણી થઈ છે અને બધાને સંસ્થા દ્વારા એક ઓળખપત્ર (આઈડી કાર્ડ) પણ આપવામાં આવે છે.

તા.31 મી ડીસેમ્બર સુધીમાં વધુ 5,000 સભ્યોની નોંધણી થાય તે માટે વોર્ડવાઈઝ યુવા સભ્યો દ્વારા વોર્ડ વાઈઝ ગૃપ મીટીંગ માટે આજથી ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે.

સમાજના ડોકટર્સ, શિક્ષક, વકીલ, એન્જીનીયર, કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત લોકો અને સેવાના યજ્ઞમાં જોડાનાર તમામ બ્રહ્મ પરિવારોને સંસ્થામાં આજીવન સભ્ય તરીકે જોડાવા પ્રેરિત કરશે.

સંસ્થાના ટ્રસ્ટી દિલીપભાઈ જાની જણાવે છે કે દર વર્ષની જેમ આગામી 2022 ના નવા વર્ષમાં પણ ભૂદેવ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમોની હારમાળા સર્જવા નવા યુવાનો પુરી ટીમ ડીસેમ્બર મહિનામાં સંગઠન પર્વ સભ્ય નોંધણી કરવામાં આવશે.

સમાજના રાજકીય વિકાસ અને ઉત્થાન માટે જાન્યુઆરી 2022 ના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના અગ્રણીઓની ચિંતન બેઠક, ફેબ્રુઆરી માસમાં વોર્ડ વાઈઝ પ્રમુખ, ઉપપ્રમુખ તથા મહામંત્રીની વરણી કરવામાં આવશે.

માર્ચ મહિનામાં રાજકોટ શહેરના તમામ વોર્ડમાં ભૂદેવ સેવા સમિતિ દ્વારા કાર્યાલય ખોલવામાં આવશે. એપ્રિલ બ્રહ્મ યુવાનો દ્વારા વોર્ડવાઈઝ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મે માં ભૂદેવ સેવા સમિતિનો સ્થાપના દિવસની ઉજવણીમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

જુન માસમાં વિદ્યાર્થીઓના વેકેશન દરમ્યાન સેમિનાર, વકૃત્વ સ્પર્ધા, ડીબેટ, જ્ઞાનવર્ધક સમર ક્લાસીસ, વગેરેનું આયોજન કરવામાં આવશે. જુલાઈ મહિનામાં બ્રહ્મ મહિલા મંડળ દ્વારા સમગ્ર માસ દરમ્યાન વિવિધ એકટીવીટીઝ ક2વામાં આવશે.

ઓગષ્ટ માસમાં ડો.યાજ્ઞીક રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવશે. ઓગષ્ટ સમસ્ત બ્રહ્મસમાજના બાળકો માટે ભવ્ય વિદ્યાર્થી પારિતોષિક વિતરણ તથા સન્માન સમારોહનું આયોજન.

ઓકટોબર બ્રહ્મસમાજના સમગ્ર પરિવારો માટે હાઈટેક નવરાત્રી મહોત્સવનું આયોજન. નવેમ્બર ભૂદેવ સેવા સમિતિ દ્વારા દિવાળી નિમિતે રાહત દરે ફટાકડા વિતરણ, કેલેન્ડર વિતરણ

તથા બ્રહ્મ પરિવારોનું સ્નેહ મિલનનું આયોજન. ડીસેમ્બર ભૂદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ હાઈટેક યુવક-યુવતિ પરિચય મેગા સંમેલનનું આયોજન હાથ ઘરવામાં આવશે.

આ સંગઠનને સફળ બનાવવા તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નિરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ત્રિવેદી, વિમલ અધ્યારૂ, આકાશ ભટ્ટ , સંદીપ ભટ્ટ, મીત ભટ્ટ, રૂપેશ જોષી, દિલીપ રાવલ, જયભાઈ ત્રિવેદી,

ભરતભાઈ દવે, મયુરભાઈ વોરા, સંદીપભાઈ પંડયા, પરાગભાઈ મહેતા, જયોતિન્દ્રભાઈ પંડયા, શીરીષભાઈ વ્યાસ, પ્રશાંતભાઈ ઓઝા, પ્રશાંતભાઈ વ્યાસ, અશોકભાઈ મહેતા, મેહુલ ભટ્ટ, જીજ્ઞેશભાઈ પંડયા, હિરેન શુકલ, રાજન ત્રિવેદી,

વિરલભાઈ જોષી, નિશાંતભાઈ રાવલ, વિશાલભાઈ, ચિરાગ ઠાકર, મનન ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ફોર્મ વિતરણ ચાલુ થયેલ છે. વધુ માહિતી માટે સંસ્થાના કાર્યાલય ભૂદેવ સેવા સમિતિ, 220 – ગોલ્ડન પ્લાઝા, અતુલ મોટર્સ સામે ,

Read About Weather here

ટાગોર રોડ, ખાતે તેજસ ત્રિવેદી મો.નં. 8511845575 નો સંપર્ક કરવો. તેને સેશન પરિી, તેમ મો.નં. 83206 19313, વિશાલ ઉપાધ્યાય મો.નં. 9904004838, નિરજ ભટ્ટ મો.નં.8320619313, વિશાલ ઉપાધ્યાય મો.નં.8511845575 નો સંપર્ક કરવો. તેમ તેજસ ત્રિવેદીએ જણાવ્યું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here