રાજકોટ ખાતે દેશનું સૌ પ્રથમ મોરપીંછ ટેમ્પલ બનશે

રાજકોટ ખાતે દેશનું સૌ પ્રથમ મોરપીંછ ટેમ્પલ બનશે
રાજકોટ ખાતે દેશનું સૌ પ્રથમ મોરપીંછ ટેમ્પલ બનશે
વર્તમાન માનવ સમાજમાં દિવ્ય જીવનની ઠોસ પરીકલ્પના સાથે પુષ્ટ માર્ગીય વૈષ્ણવ સમપ્રદાયના પ્રણેતા જગદગુરૂ શ્રીમદ વ્રલ્લભાચાર્યજી મહાપ્રભુજીની 18મી પેઢીના વંશજ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા આચાર્ય કુળની પરંપરા અનુસાર આજની આધુનિક યુવા પેઢીને સનાતન વૈદિક ધર્મના અમૂલ્ય સંસ્કારોથી સિંચીત કરીને યુવાનોને વિશ્ર્વ વિખ્યાત ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવાનું દિવ્ય કાર્ય દેશ વિદેશમાં આપ શ્રી દ્વારા સંપન થઈ રહ્યું છે. આપશ્રી દ્વારા યુવા જાગૃતિના લક્ષ્યથી વૈશ્ર્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (ટઢઘ) નું સંસ્થાપન થયું છે. આજની યુવા પેઢી, દેશનું આવનાર ઉજ્જવળ ભવિષ્ય છે. પશ્ર્ચિમી સંસ્કૃતિ પ્રતિ યુવા પેઢીનું છેલ્લા ઘણા વર્ષોથી અસામાન્ય ગતીથી આકર્ષિત થવાના આભાસને ગંભીરતાથી લઈને, આવા સમયે યુવાનોને ભારતીય મૂલ્યો એવં ઉજ્જવળ સંભાવનાઓથી અવગત કરાવવા હેતું નેટવર્ક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (ટઢઘ) નું સંસ્થાપન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના ભારતમાં 50 થી વધુ કેન્દ્ર અને વિદેશના વિવિધ દેશોમાં 35 થી વધુ કેન્દ્રો કાર્યરત છે. જેમાં 6 થી 16 વર્ષના ઉગતી પેઢીના બાળકોને શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિષયોનું પાયાનું જ્ઞાન આપવાના વર્ગો ચાલે છે અને યુવા પેઢીને સકારાત્મતા તથા આનંદથી ભરપુર જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના અવનવા પ્રકલ્પો કાર્યરત છે.

આજે પુષ્ટિ માર્ગના 500 વર્ષના ઈતિહાસમાં સર્વ પ્રથમવાર સંસ્કાર, સંસ્કૃતિ એવં સહજ જીવન શૈલીના પ્રેરણાધામ સ્વરૂપે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ એક ઐતિહાસિક સંકુલ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં રાજકોટ પાસે ગોંડલ તાલુકાના ચોરડી મુકામે સાકાર થવા જઈ રહ્યું છે. ‘શ્રી સંસ્કાર વર્લ્ડ’ સંકુલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું સંકુલ હશે. જ્યાં ગુરૂકુળ, સ્કૂલ, કોલેજ, વિશાલ અતિથિ ભવન, 84 કોસ વ્રજદર્શન, વિશાલ શ્રી ગિરિરાજ્જી મંદિર, શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજી, વૈષ્ણવ સાધક આશ્રમ, બાળકો માટે રમત-ગમત પ્રાંગણ વગેરેનું નિર્માણ સાકાર થશે. વિવિધ સંકુલોના ખાતમુહૂર્ત અને પ્રચાર અભિયાન અંતર્ગત પૂ.વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જસદણર, જેતપુર, જામકંડોરણા, જૂનાગઢ, કેશોદ, મેંદરડા, ધોરાજી,

ઉપલેટા, ભાયાવદર, જામજોધપુર અને જામનગરમાં મિટિંગોનો દૌર શરૂ કર્યો છે.જેમાં રાજકોટમાં આજે તા.19 ને રાત્રે 9 થી 11:30 કલાક સુધી સેન્ટ્રલ ઝોન બાલાજી હોલ પાસેની કે.જી.ધોળકીયા સ્કુલ, તા. 20 ને સાંજે 4 થી 7 કલાક સુધી સાઉથ ઝોન સરદારનગર સોસાયટી ઓમનગર બસ સ્ટોપ પાસે તથા રાત્રે 8 થી 11 કલાક સુધી વેસ્ટ ઝોન પૂ.પ્રમુદ સ્વામી ઓડિટોરિયમ ખાતે, તા.23 ને સાંજે 4 થી 7 કલાક સુધી સેન્ટ્રલ ઝોન પંચવટી સોસાયટી પાસે ભકિતધામ મંદિર ખાતે અને તા.24 ને રાત્રે 8 થી 11 કલાક સુધી પેડક રોડ અટલબિહારી ઓડિટોરિયમ ખાતે મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

પૂ. વ્રજરાજકુમારજીના આ અભિયાનમાં (ટઢઘ)ની મુખ્ય કમીટીના રાકેશભાઇ દેસાઇ, રિતુલબેન ધોળકિયા, જયોતિબેન ટીલવા, પાર્થ કનેરિયા, અતુલભાઇ મારડિયા, પલ્લવીબેન દેલવાડીયા, રવિભાઇ મકાતી, હસમુખભાઇ રાણપરા, રક્ષાબેન ડોબરિયા, મયંકભાઇ ઉદેશી, ચેરીતભાઇ કોટડીયા, અંજનબેન કણસાગરા, રાજભાઇ ક્ક્કડ, ગોપીભાઇ પટેલ, વર્ષાબેન ક્ક્કડ, પ્રશાંત ગાંગડીયા, વિજયભાઇ સેજલીયા, ધર્મિષ્ટાબેન સવસાણી, સાગરભાઇ દત્તાની વગેરે સભ્ય સમય કાઢીને દિવસ-રાત સહયોગ આપી રહ્યા છે.આ દિવ્ય અવસરને પામવા વલ્લભ યુથ ઓર્ગોનાઈઝેશન તથા આયોજક સમિતિ આપ સૌને પરિવાર સહિત પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. તેમ યાદીમાં જણાવ્યું છે. (13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here