રાજકોટ કલેકટરને દિલ્હી ખાતે એવોર્ડ એનાયત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સરકારના દ્વારા કાર્યરત મિનિસ્ટ્રી ઓફ સ્કિલ એન્ડ એન્ટરપ્રીન્યોરશીપ (MSDE) દ્વારા ડિસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન માટે એવોર્ડ ઓફ એકસલન્સ આપવામાં આવે છે.
વર્ષ 2020-21માં દેશભરમાંથી આશરે 700 ડિસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન સબમિટ કરેલ હતા. જે અંતર્ગત રાજકોટ જિલ્લાનો ‘ડિસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન’ એવોર્ડ ઓફ એકસેલન્સ માટે પસંદગી પામ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને તા. 9 જુન, 2022નાં રોજ દિલ્લી ખાતે MSDE દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.DSDPપ્લાન કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશ્રી હિરલચંદ્ર મારૂ અને રાજકોટ જિલ્લાના ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ ઓફિસર, નોડલ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં આચાર્ય નિપુણ રાવલ, રાજકોટ જિલ્લાના પૂર્વ કલેકટર રેમ્યા મોહન અને હાલના કલેકટરઅરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.

Read About Weather here

આ પ્લાન બનાવવામાં પૂર્વ રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર એમ એમ દવે, રાજકોટ જિલ્લાના એપ્રેન્ટીસ એડવાઈઝરઓ, રાજકોટના વિવિધ ઔદ્યોગિક એસોસીએશન, તાલુકા કક્ષાના આઈ.ટી.આઈના આચાય, રાજકોટના પ્લેસમેન્ટ ઓફિસરઓનો અને ગુજરાત સ્કિલ ડેવલપ મિશનના મેનેજીંગ ડિરેકટર સહિતના અધિકારીઓએ પોતાનો ફાળો આપ્યો છે. તેમ ડી. એસ. ડી. ઓ એન. પી. રાવલની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here