રાજકોટ એઈમ્સની કામગીરીને એકાએક બ્રેક લાગતા અનેક અટકળો

રાજકોટ એઈમ્સની કામગીરીને એકાએક બ્રેક લાગતા અનેક અટકળો
રાજકોટ એઈમ્સની કામગીરીને એકાએક બ્રેક લાગતા અનેક અટકળો
રાજકોટને મળેલી આરોગ્યની એક સૌથી શ્રેષ્ઠ અને ટોચની મહત્વની સેવાનો શહેર તથા સૌરાષ્ટ્રની જનતાને પુરેપુરો લાભ મળવામાં અત્યારે મોટું વિઘ્ન સર્જાયું હોય તેવું જાણવા મળ્યું છે. કેમકે રાજકોટ એઈમ્સનું નિર્માણ કાર્ય છેલ્લા થોડા સમયથી એકદમ ધીમું પડી ગયું છે અને ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે. તેના કારણમાં એવી વાત બહાર આવી છે કે એઈમ્સનાં ડાયરેકટર તથા ડેપ્યુટી ડાયરેક્ટર વચ્ચે અહમનો મોટો ટકરાવ ચાલી રહ્યો છે અને આ હકીકત ખૂદ રાજકોટ કલેકટરે ઉપર સુધી પહોંચાડી છે. રાજકોટ જિલ્લા કલેકટરે કામ ધીમું પડવાના કારણમાં બે નિયામક વચ્ચેનો અહમનો ટકરાવ કારણભૂત હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને દર્શાવ્યું છે તેવું કલેકટર કચેરીનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
અત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા જાતે એઈમ્સનાં નિર્માણ કાર્ય પર બારીક નજર રાખી રહ્યા છે. તેમણે એક વખત મુલાકાત પણ લીધી હતી અને કેટલું નિર્માણ થયું તેની જાત માહિતી પણ મેળવી હતી. તેઓ નિયમિત રીતે જિલ્લા તંત્ર પાસેથી વિગત મેળવતા રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરનાં સમયમાં નિર્માણની કામગીરી એકાએક ધીમી કેમ પડી એ વિશે આરોગ્ય મંત્રાલયમાંથી કલેકટરમાં પુછાણ આવ્યું હતું ત્યારે કલેકટરે સ્પષ્ટ એ હકીકતની જાણ કરી હતી કે, અહમનાં ટકરાવને કારણે કામ ધીમું પડ્યું છે અને આ સમસ્યા સર્જાઈ છે.આરોગ્ય મંત્રાલયનાં સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, વડાપ્રધાને ઓગસ્ટ 2022 સુધીમાં રાજકોટ એઈમ્સનું કામ પૂરું કરવાની તાકીદ કરી હતી જેથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં એઈમ્સને સામીલ કરી શકાય અને એ સમયે તેને ખુલ્લી મૂકી શકાય. પણ એ શક્ય બન્યું ન હતું. એટલે માર્ચ 2023 સુધીમાં કામ પૂરું કરવાની મહેતલ નક્કી થઇ હતી.

Read About Weather here

હવે મહેતલ વધારીને ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવી છે. અત્યારે એઈમ્સમાં ઓપીડી ચાલુ છે. મનપા અને એસટી એ બસ સેવાઓ પણ શરૂ કરી છે. તેથી દૈનિક 100 થી વધુ દર્દીઓ ઓપીડીનો લાભ લઇ રહ્યા છે.એઈમ્સનાં એકઝીકયુટીવ ડિરેક્ટર ડો.સીડીએસ કટોચે આ અંગે જણાવ્યું હતું કે, ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદિપ સિન્હાને ભોપાલ એઈમ્સનો પણ ચાર્જ સોંપાયો છે તેથી સંકલનમાં થોડી સમસ્યા ઉભી થઇ છે. નવા કાયમી ડેપ્યુટી ડાયરેક્ટર આવી જાય પછી સમસ્યા રહેશે નહીં. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here