રાજકોટ-અમદાવાદ વચ્ચે 220 કીમીની ઝડપે દોડશે સેમીહાઇસ્પીડ ટ્રેન

રાજકોટ-અમદાવાદ વચ્ચે 220 કીમીની ઝડપે દોડશે સેમીહાઇસ્પીડ ટ્રેન
રાજકોટ-અમદાવાદ વચ્ચે 220 કીમીની ઝડપે દોડશે સેમીહાઇસ્પીડ ટ્રેન

મુખ્યમંત્રી રૂપાણીના ગ્રીન પ્રોજેકટને ઓકે કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવ
આ ટ્રેન માત્ર બે કલાકમાં રાજકોટથી અમદાવાદ પહોંચાડશે
પ્રોજેકટ પુરો કરવા રેલવે મંત્રીએ સંપુર્ણ સહયોગની ખાત્રી આપી: ગાંધીનગરમાં ખાસ બેઠકમાં રેલવે મંત્રીની રૂપાણી સાથે સઘન ચર્ચા

રાજકોટથી અમદાવાદ વચ્ચે પ્રતિકલાક 220 કીલોમીટરની ઝડપે દોડતી સેમીહાઇસ્પીડ ટ્રેન માટેના પ્રોજેકટને અમલમાં મુકવા સંપુર્ણ સહયોગ આપવાની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવે ખાત્રી ઉચ્ચારી છે. આ ટ્રેન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ડ્રીમ પ્રોજેકટ છે.

Subscribe Saurashtra Kranti here

આજે ગાંધીનગર ખાતે રેલવે મંત્રી વૈષ્ણવ અને મુખ્યમંત્રી રૂપાણી વચ્ચે યોજાયેલી ખાસ બેઠકમાં આ ડ્રીમ પ્રોજેકટ પુરો કરવા રેલનો સંપુર્ણ સહયોગ આપવાની અશ્ર્વીની વૈષ્ણવે ખાત્રી આપી હતી.

મુખ્યમંત્રીના સ્થાને યોજાયેલી બેઠકમાં રાજકોટ, સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના નવા રેલવે પ્રોજેકટની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની આ સેમીહાઇસ્પીડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેકટીવીટી વધુ સુવિધાપુર્ણ ઝડપી બનશે, ટ્રાફીક હળવો થશે અને પર્યાવરણ લક્ષી ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે.

અમદાવાદથી રાજકોટ વચ્ચેનું 225 કીલોમીટરનું અતંર કાપવામાં હાઇસ્પીડ ટ્રેનને 2 કલાકથી પણ ઓછો સમય લાગશે.આ પ્રોજેટકના ડીપીઆર વેસ્ટન રેલવે દ્વારા તૈયાર કરીને રેલવે મંત્રાલયને મોકલી દેવામાં આવ્યા છે.

ગમે ત્યારે નિર્ણય લેવાઇ જશે. આવી ટ્રેન શરૂ થતા રાજકોટ તથા સૌરાષ્ટ્રના લોકો ઝડપથી અમદાવાદ પહોંચી શકશે. એટલું જ નહીં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થઇ જાય પછી એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇ પરત આવી શકશે.

Read About Weather here

મુખ્યમંત્રીએ ફાટક મુકત ગુજરાતનો જે સંકલ્પ કર્યો છે તેનાથી ટ્રાફીક સમસ્યા, ઇંધણ અને સમયનો વ્યય જેવી તકલીફો દુર થશે અને ઇઝઓફ લીવીગ તથા ઇઝ ઓફ ટ્રાન્ફોટેશનનો હેતુ પાર પડશે. મુખ્યમંત્રીએ સહયોગ બદલ રેલવે પ્રધાનનો આભાર માન્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here