રાજકોટ અને સૌરાષ્ટ્રમાં શાળાઓમાં કોરોના પ્રસરતો હોવા છતાં ચેકિંગનો માત્ર દેખાડો

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં શાળાઓમાં કોરોના પ્રસરતો હોવા છતાં ચેકિંગનો માત્ર દેખાડો
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં શાળાઓમાં કોરોના પ્રસરતો હોવા છતાં ચેકિંગનો માત્ર દેખાડો

ડીઈઓ કચેરીનાં સ્ટાફે શાળાની ઈમારત સુધી લાંબા થવામાં કોઈ રસ નથી, શું રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તપાસ કરશે ખરા?
ઘણી શાળાઓમાં માત્ર ફોન કરીને વિગતો મેળવાય હોવાનો પર્દાફાશ

રાજકોટની સંખ્યાબંધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોના સંક્રમણ થયાનાં કેસો બહાર આવ્યા છે અને એમિક્રોનનાં પણ ત્રણ કેસ નોંધાયા છે ત્યારે કલેકટર તંત્ર દ્વારા શાળાઓમાં સઘન ચકાસણી અને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બનાવવામાં આવેલી ખાસ ટીમ કઈ રીતે કામગીરી કરી રહી છે તેની વિગતો બહાર આવતા ચારેતરફ ભારે ચર્ચા જાગી છે. કેમકે ચેકિંગનાં નામે માત્ર દંભ દેખાડો કરવામાં આવી રહ્યા છે અને આથી કાર્યવાહી મોટાભાગે કાગળ પર રહેતી હોય એવું દેખાઈ રહ્યું છે.

એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે, મોટાભાગની શાળાઓમાં કોવિડ પ્રોટોકોલ માત્ર કાગળ પર છે અને સરા જાહેર નિયમોનાં ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. અધુરામાં પૂરું ડીઈઓ કચેરીની કહેવાતી ચેકિંગ ટુકડીને શાળાઓ સુધી લાંબા થવામાં રસ દેખાતો નથી. એવું કચેરીનાં આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે.

એવી ચોંકાવી દેનારી હકીકતો ખુલી છે કે ડીઈઓ કચેરીની ટીમ દ્વારા ચેકિંગનાં નામે દરિયું નાટક કરવામાં આવી રહ્યું છે. ચેકિંગની વાત પણ લીક થઇ જાય છે અને ચોક્કસ શાળાઓમાં ટીમ પહોંચે એ પહેલા તો શાળા સંચાલકોને જાણ પણ થઇ જાય છે.

ઘણા સ્થળે તો માત્ર ફોન કરીને ચેકિંગ ટુકડીઓ સંતોષનો ઓડકાર ખાઈ લીધો હોય એવું પણ બન્યું છે. કહેવાય છે કે, 52 જેટલી શાળાઓમાં માત્ર ફોન કરીને તપાસ કરવાનું નાટક પૂર્ણ કરવામાં આવ્યું હતું. રૂબરૂ જઈને તપાસ કરવાનો કલેકટર તંત્રનો સ્પષ્ટ આદેશ છે.

છતાં આ કહેવાતી તપાસ ટુકડી કલેકટરનો આદેશ પણ ઘોળીને પી ગઈ છે. એવું અભિપ્રેત થઇ ગયું છે.નિરીક્ષક અને મદદનીશ નિરીક્ષકની બનેલી 6 ટીમનાં 12 સભ્યોએ શનિવારે 28 અને સોમવારે 24 સ્કૂલમાં તપાસ કરી હતી અને સબ સલામત હોવાનો રીપોર્ટ આપ્યો હતો.

કોવિડ પ્રોટોકોલનાં ભંગની એકપણ ફરિયાદ બહાર આવી નથી. એટલે સ્પષ્ટ બન્યું છે કે, તપાસનાં નામે માત્ર દેખાડો કરવામાં આવ્યો છે અને ચેકિંગ વિના શાળાઓને ક્લીનચીટ આપી દેવામાં આવી છે. એવું પણ બહાર આવ્યું છે કે શહેરની 52 જેટલી શાળાઓમાં માત્ર ફોન કરીને તપાસ કરવામાં આવી હતી.

ફોન પર કેવી રીતે ખબર પડે કે કોવિડ પ્રોટોકોલનો ભંગ થાય છે? આ સવાલનો જવાબ જિલ્લા શિક્ષણાધિકારીએ આપવો જોઈએ અને ચેકિંગ ટુકડીની બેદરકારી બદલ કડક હાથે કામ લેવું જોઈએ.

જાણકાર સુત્રોએ કહ્યું હતું કે, ગોંડલ રોડ પર આવેલી એક ધાર્મિક સંપ્રદાયની વિખ્યાત સ્કૂલમાં સોમવારે ચેકિંગ કરવાનું હતું. પણ શાળા સંચાલકોને શનિવારે જ ખબર પડી ગઈ હતી એટલે એક દિવસ પૂરતું બધું સમુનમુ કરી નાખ્યું હતું.

જો કામગીરી કોરોના જેવી મહામારીનાં ભય વચ્ચે પણ એટલી બધી ખામી ભરી અને બેદરકારી ભરી હોય તો જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ આકરામાં આકરા પગલા લેવાનું અત્યંત જરૂરી બની ગયું છે.

Read About Weather here

આવા પ્રકારની રગદધગડ તપાસની પ્રક્રિયા હજારો વિદ્યાર્થીઓનાં જીવન સાથે રમત કરવા જેવી છે. એ બદલ આ કહેવાતી તપાસ ટુકડી સામે આકરી કાર્યવાહી ચોક્કસ થવી જોઈએ. એવી લોક લાગણી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here