રાજકોટમાં 75 લાખના પટોળાની ચોરી: તપાસનો ધમધમાટ

રાજકોટમાં 75 લાખના પટોળાની ચોરી: તપાસનો ધમધમાટ
રાજકોટમાં 75 લાખના પટોળાની ચોરી: તપાસનો ધમધમાટ

શહેરના સર્વેશ્ર્વર ચોકમાં આવેલી પટોળાની દૂકાનનું શટર ઉંચકી તસ્કરોએ લાખોની કિંમતના પટોળા (સાડી) ચોરી જતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ અંગે એ ડિવિઝન પોલીસ,ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતના સ્ટાફે બનાવના ફુટેઝ તપાસી ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં આવેલી વી.જે.સન્સ પટોળા નામની દુકાનમાંથી રૂ.75 લાખના પટોળાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા ડીસીપી ઝોન.2 સુધીરકુમાર દેસાઈ,એસીપી જે.એસ.ગેડમ,એ ડિવિઝન પીઆઇ સી.જી.જોશી,એસઓજી પીએસઆઈ ધર્મેશભાઈ ખેર અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેમજ ડોગ સ્કોવડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.દુકાનમાં રહેલા મોંઘી કિંમતના પટોળાના પાંચ થેલા દુકાનમાં જોવા મળ્યા નહોતા.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગેની જાણ થતાં વી.જે.સન્સ પટોળાના માલીક વિપુલભાઈ જીવરાજભાઈ વાઢેર(ઉ.વ.42)(રહે.રામકૃષ્ણ વેસ્ટ,વિરાણી સ્કૂલની પાછળ)ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે,હું આ દુકાન સર્વેશ્ર્વર ચોકમાં ધરાવું છું.તેમજ ત્યાં અમારો સિક્યુરિટી બહાદુરભાઈ નેપાળી કે જેઓ અમારા વિસ્તારમાં આવેલી દુકાનનું ધ્યાન રાખે છે અને દુકાનની સાફસફાઈ પણ કરે છે. આજે સવારે પાંચેક વાગ્યે દુકાનની સાફસફાઈ કરવા ગયાને ત્યાં શટર ઊંચું હતું અને તેઓને શંકા જતા અંદર તપાસ કરતા અંદર કાચ તૂટેલા હતા. જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડતા બહાદુરે અમને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી.

Read About Weather here

દુકાનની અંદર તપાસ કરતા તેમાં 50 હજારથી 1 લાખ સુધીની કિંમતના પટોળાના પાંચ થેલા રાખ્યા હતા તેની અંદાજીત કિંમત રૂ.75 લાખ થાય છે.આ બનાવ અંગે હાલ ફિંગર પ્રિન્ટસ અને ડોગસ્કોવર્ડની મદદ લેવાઈ રહી છે. તેમજ દુકાનમાં રહેલા સીસીટીવી ફુટેઝમાં આધારે તસ્કરની ઓળખ મેળવી વિપુલભાઈની ફરિયાદ લેવા તજવીજ આદરી છે. સિક્યોરિટીમેન બહાદુર નેપાળીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, હું આજે દુકાનની આસપાસ હતો ત્યારે દુકાનમાં અવાજ આવતા હું તુરંત ત્યાં દોડી ગયો અને ત્યાં એક સફેદ કલરની ઇકો ગાડી ફૂલ સ્પીડે નીકળી ગઈ હતી. તેની નંબર પ્લેટમાં કોઈ કપડું બાંધ્યું હોવાથી ઇકોના નંબર જાણવા મળ્યા નહતા. આ ગુન્હાનો ભેદ ઉકેલવા મુખ્ય માર્ગો પર આવેલા સીસીટીવી ફુટેઝ તપાસવા એક ટીમે કાર્યવાહી આદરી છે.દૂકાન મોટે ભાગે બંધ રહેતી અને અને શનિવારે જ લાખોનો માલ આવ્યો હતો અને માલની બીજા વેપારીઓને ડિલીવરી કરવાની બાકી હતી ત્યાં અચાનક આજે ચોરી થઇ જતાં જાણભેદૂની સંડોવણીની શંકા પણ પોલીસ ચકાસી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here