રાજકોટમાં 2200 યજમાનો દ્વારા વિશ્ર્વશાંતિ મહાયજ્ઞમાં દિવ્ય આહુતિ

રાજકોટમાં 2200 યજમાનો દ્વારા વિશ્ર્વશાંતિ મહાયજ્ઞમાં દિવ્ય આહુતિ
રાજકોટમાં 2200 યજમાનો દ્વારા વિશ્ર્વશાંતિ મહાયજ્ઞમાં દિવ્ય આહુતિ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કાર ધામ મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો ભકિતસભર પ્રારંભ
અટલ બિહારી બાજપાઇ હોલની સામે મેદાનથી સંતો અને મહાનુભાવો દ્વારા શોભાયાત્રાનો આરંભ થશે
સેટેલાઇટ ચોક, બાળક હનુમાનચોક, જલગંગા ચોક, ઇમિટેશન માર્કેટ, પટેલાવાડી, પાણીનો ઘોડો, ગોકુલ હોસ્પિટલ, ક્રિસ્ટલ સિટી, રાજ સ્કૂલથી થઇ તિરૂપતિપાર્ક સંસ્કારધામ ખાતે વિરામ પામશે

આજના કલુષિત કાળમાં વિશ્ર્વફલકે અક્ષરધામ જેવા 1300 થી અધિક મંદિરો રચીને વિશ્ર્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગકાર્ય કર્યું છે. એ પરંપરામાં આ વર્ષે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટ ખાતે તિરૂપતિપાર્ક, સોરઠીયાવાડી, શ્રદ્ધાપાર્ક, પ્રમુખવાટિકા વિસ્તારમાં ચાર સુંદર સંસ્કારધામોનું નિર્માણ થયેલ છે. આ સંસ્કારધામોના પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે આજે સવારે 6 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ પર હિંદુ સંસ્કૃતિના સંવર્ધન માટે, તમામ ભક્તોના શુભ સંકલ્પોની પૂર્તિ અને કોરોનામાં અવસાન પામેલા પરિવારજનોના આત્માની સદગતી માટે ભવ્ય વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન થઈ હતી. કુલ 265 યજ્ઞકુંડમાં 2200 યજમાનો હિંદુધર્મની વૈદિક પરંપરા સાથે આ યજ્ઞવિધિમાં જોડાયા હતા. શ્રી સ્વામિનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞના સમગ્ર આયોજનમાં સંતોના માર્ગદર્શન મુજબ 500 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. યજ્ઞ એટલે ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ. હિંદુ સંસ્કૃતિમાં અગ્નિને દેવ તરીકે પૂજવામાં આવે છે.

દીવાને ઉંધો કરો તો પણ તેની જ્યોત ઊંચી જ રહેશે. આમ, અગ્નિ શીખવે છે કે કોઇપણ પરિસ્થિતિમાં ઉંચું મુખ રાખી આગળ વધવાનો પ્રયાસ કરો. મૂર્તિપ્રતિષ્ઠા નિમિતે કરવામાં આવતા યજ્ઞથી મૂર્તિમાં સ્થિરતા આવે છે, જેટલા વધારે હોમ એટલી મૂર્તિ વધુ સ્થિર અને વધારે દર્શનસુખ આપે. મુખ્ય યજ્ઞકુંડમાં ગણપતિ, 16 પ્રકારના માતૃ, વાસ્તુપુરૂષ, અક્ષરપુરૂષોત્તમ, 9 ગ્રહ, વર્ધીની કળશ, શિવજી, બ્રહ્માજી એમ કુલ 8 સ્થાપન કરવામાં આવ્યા હતા. આ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞમાં મૂર્તિપ્રતિષ્ઠા સુધી 15000 જેટલા હોમ કરવામાં આવનાર છે.

Read About Weather here

આવતીકાલે તા. 24 અને 25 માર્ચ, ગુરુવાર અને શુક્રવારે સાંજે 4 થી 7 દરમ્યાન રાજકોટના રાજમાર્ગો પર ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. અટલ બિહારી બાજપાઈ હોલની સામે આવેલ મેદાનથી સંતો અને મહાનુભાવો દ્વારા શોભાયાત્રનો આરંભ થશે ત્યાંથી સેટેલાઈટ ચોક, બાળક હનુમાન ચોક, જલગંગા ચોક, ઈમિટેશન માર્કેટ, પટેલવાડી, પાણીનો ઘોડો, ગોકુલ હોસ્પિટલ, ક્રિસ્ટલ સિટી, રાજ સ્કૂલ થઈ તિરૂપતિપાર્ક સંસ્કારધામ ખાતે વિરામ પામશે. તા. 27 અને 28 માર્ચ, રવિવાર અને સોમવારે સવારે 7 કલાકે પ્રગટ ગુરૂહરિ પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા પૂજિત થયેલ મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ, બી.એ.પી.એસ.ના વરિષ્ઠ અને વિદ્વાન સંતોના વરદ હસ્તે સંપન્ન થશે તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here