રાજકોટમાં 22 નવી ઇલેકટ્રીક બસનું આગમન: 3 બસ ટૂંક સમયમાં આવશે

રાજકોટમાં 22 નવી ઇલેકટ્રીક બસનું આગમન: 3 બસ ટૂંક સમયમાં આવશે
રાજકોટમાં 22 નવી ઇલેકટ્રીક બસનું આગમન: 3 બસ ટૂંક સમયમાં આવશે
રાજકોટ વધતા જતા પ્રદુષણને ધ્યાનમાં લઈ 2ાજકોટ સહિત રાજયના મુખ્ય શહેરોમાં ડીઝલ કે સીએનજીની જગ્યાએ હવે ઈલેકટ્રીક બસ દોડાવવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં પણ હાલ બીઆરટીએસ રૂટ 5ર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી આ ઈલેકટ્રીક બસનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે રાજકોટમાં વધુ 22 નવી ઈલેકટ્રીક બસનું આગમન થઈ ચુક્યુ છે. વધુ 3 બસ ટૂંક સમયમાં જ આ કાફલામાં જોડાશે. આ અંગે આજે રાજકોટ મ્યુ. કમિશનર અમીત અરોરાએ વિગતો આપતા જણાવ્યુ હતું કે, શહેરની ટ્રાફિક સમસ્યા તેમજ પ્રદુષણને ધ્યાનમાં લઈ હાલ ચાલતી સીએનજી બસને ક્રમશ: પરત ખેંચવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર માં જે 22 ઈલેકટ્રીક બસ આવી ચુકી છે તે ટૂંક સમયમાં રાજકોટના વિવિધ વિસ્તારના રૂટ પર દોડવા લાગશે.મનપાએ રૂ.1.20 કરોડના ખર્ચે ઇલેટ્રિક બસ ખરીદી હતી. ભારત સરકાર દ્વારા બે તબક્કામાં કુલ 150 ઈલે. બસ રાજકોટ માટે મંજુર કરવામાં આવી છે. જેમાંથી પહેલા તબકકામાં પુર્વ કમિશ્ર્નરના કાર્યકાળમાં 50 બસ મંજુર થઈ ચુકી હતી. તે પૈકી તબકકાવાર અત્યાર સુધીમાં કુલ 23 બસ રાજકોટને મળીને ચાલુ કરવામાં આવી હતી. ત્યારે ફરી 25 બસો આવશે. જેમાંથી 22 આવી ગઇ છે અને ત્રણ આગામી દિવસોમાં આવશે. ઈ-બસથી તંત્રને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે.

Read About Weather here

કેન્દ્ર સરકાર દ્વારા યોજના હેઠળ ઈલેકટ્રીક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂા.25 સુધીની સબસીડી પણ મળશે જેનાથી પર્યાવરણ સાથે મનપાની તિજોરીને પણ ફાયદો થશે. હાલ શહેરમાં દોડતી બસોને ઈલે.બસ સામે રીપ્લેસ કરાશે. આમ શહેર અંદરના વિસ્તારોમાં પણ ઈલે. બસ દોડતી થશે. આ બસોની સફળ ટ્રાયલ પણ થઈ ગઈ છે.બસની ખાસિયતની વાત કરીએ તો, નવી બસ ફુલ્લી એસી હશે. નવી સીટ અને ઈન્ટિયર હશે. તેમજ મનોરંજન માટે રેડિયો છે. મુસાફરોને આ ફાયદા ઉપરાંત મનપાને એજન્સીને ચૂકવાતા પ્રતિ કિ.મી.ના ભાડામાં અધધ 50 રૂપિયાનો ફાયદો થશે. હાલ એક બસ દૈનિક 190 કિ.મી. ચાલી રહી છે આ રીતે જોતા 10 ડીઝલ બસ રોજનું 500 લિટર ડીઝલ વાપરે છે. બસ બંધ થતા તેટલા ડીઝલનો વપરાશ ઘટશે અને તેટલું જ ઉત્સર્જન ઘટતા પર્યાવરણને પણ ફાયદો થશે. તબક્કાવાર શહેરની તમામ સિટીબસ રૂપાંતરિત કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here