રાજકોટમાં હજુ માસ્કના મુદે તંત્ર અને નાગરિકો વચ્ચે બખેડાના દ્રશ્યો

રાજકોટ
રાજકોટ

આમ્રપાલી અંડરબ્રિજ પાસે દંડ મુદે દંપતી પોલીસ સાથે બાખડી પડયું, સવારના સમયમાં અંડરબ્રિજ પાસે લોકોના ટોળે ટોળા એકત્ર થયા

રાજકોટ શહેરમાં કોરોનાની મહામારીનો કપરો કાળ પુરો થઇ રહયો છે. પરંતુ હજુ સાવધાની અને સાવચેતી જાળવવાનું જરૂરી હોવાનું નિષ્ણાંતો કહી રહયા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ હજુ પોતાની ફરજમાં કોઇ ઢીલ બતાવી રહી નથી. જેના પરીણામે કયારેક કયારેક નાગરિકો સાથે ફરજ પરની પોલીસને ચળભળ થઇ પડતી હોવાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. આવો જ એક તમાસો બુધવારે સવારના સમયે જ આમ્રપાલી અંડરબ્રિજ પાસે જોવા મળ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

બ્રિજ પાસેથી પસાર થતા એક દંપતીને ફરજ પરના પોલીસ કર્મીએ અટકાવી માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા આ દંપતી રોષે ભરાયું હતું અને ફરજ પરના પોલીસ કર્મીઓ સાથે જીભાજોડી શરૂ થઇ ગઇ હતી. સ્થળ પર તમાશાને તેડું ન હોય તેમ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ દંપતી હૈયા વરાળ ઠાલવીને બરાડા પાડી કહેતું સંભળાયું હતું કે, સવારે રાજકોટનાં લોકો પોતાના નિયમીત કામકાજે જવા નીકળે છે ત્યારે જ અટકાવીને પોલીસ દંડ વસુલવા લાગે છે.

Read About Weather here

એક તબક્કે તો આ દંપતી રસ્તા પર બેસી ગયું હતું અને વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધુ હતું. થોડો સમય સુધી આ રકઝક અને નાટક ચાલુ રહયા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી મામલો થાળે પડયો હતો અને ટોળા વીખેરાઇ ગયા હતા. પોલીસ અત્યારે માસ્ક અને ડિસ્ટન્સ બાબત તેની ફરજ બજાવી રહી છે ત્યારે લોકોમાં દંડની વસુલાત સામે રોષ અને આક્રોશ જોવા મળી રહયા છે. તેના પરીણામે અવાર-નવાર આવા બખેડા સર્જાતા હોય છે. આ અંગે પોલીસ અને નાગરીકો બન્ને સમજદારી અને સમજાવટથી કામ લે એ જરૂરી બન્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here