રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં

રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં
રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં

આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર ફોન પર જાણ કરાતી હોવા છતાં લોકો આવતા નથી: શહેરમાં વેક્સિનેશનની પ્રક્રિયામાં અજીબો ગરીબ પ્રકારનું વિઘ્ન સર્જાયુ: 60 હજાર જેટલા લોકોએ 100 દિવસ વીતી ગયા છતાં બીજો ડોઝ લીધો નથી

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં વેક્સિનેશનની કામગીરી રોજીંદી ગતીથી આગળ વધી રહી છે પરંતુ સાથે સાથે પહેલો ડોઝ લઇ લીધેલા લાભાર્થીઓ દ્વારા બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા અને લાપરવાહીનું વલણ દર્શાવવામાં આવી રહયુ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી પરથી જાણવા મળ્યું છે.

આવા એક-બે ડઝન નહીં પણ હજારો શહેરીજનો વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધા પછી આરામની નિંદર કરી રહયા છે અને બીજો ડોઝ લેવા માટે ગલ્લાં ટલ્લાં કરતા હોવાનું બહાર આવ્યું છે. પરીણામે વેક્સિનેશનની કામગીરીમાં એક અજીબો ગરીબ પ્રકારની ગુચ ઉભી થઇ જવા પામી છે.


આરોગ્ય ખાતા પ્રાપ્ત થતી વિગતો અનુસાર પ્રથમ ડોઝ લીધાના 100 દિવસ પસાર થઇ ગયા હોવા છતાં રાજકોટમાં 60 હજાર લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો નથી. આરોગ્ય ખાતા તરફથી અવાર-નવાર યાદ કરાવવામાં આવી રહયું છે. મોબાઇલ પર મેસેજ પણ મોકલવામાં આવી રહયા છે.

છતાં આવા લાભાર્થીઓ કોઇ અક્કળ કારણો સર બીજો ડોઝ લેવા માટે ફરકતા નથી જેના કારણે આરોગ્ય વિભાગ ભારે મુંઝવણમાં મુકાય ગયો છે. આવા 60 હજાર લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો છે. પણ આમાના કોઇ વેક્સિન કેન્દ્રો પર ફરકતા નથી અને બીજો ડોઝ લેવા આવતા નથી. હવે શું કરવું એ વિશે આરોગ્ય વિભાગ પણ માંથુ ખંજવાળી રહયો છે પણ તેને કોઇ રસ્તો સુજતો નથી.

Read About Weather here


વેક્સિનના બે ડોઝ વચ્ચે વધુ અંતર રાખવાનું હોતું નથી. 28 અથવા તો 45 દિવસનો ગેપ હોય છે. પરંતુ આ મહાશયો પહેલો ડોઝ લઇ ગયાના 100 દિવસ વીતી ગયા છતાં બીજો ડોઝ લેવાની દરકાર કરતા નથી. એમને મોકલાયેલા સંદેશાઓનો જવાબ આપતા નથી કે વેક્સિન લેવા પણ આવતા નથી.


આવા તમામ લાભાર્થીઓ એમના ખુદના અને એમના પરીવારના હિત ખાતર બીજો ડોઝ લઇ લે એવી મનપા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગ્રહ ભરી અપીલ કરવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here