રાજકોટમાં સુપર સ્પ્રેડર શોધવા સોમવારથી ફેરિયાઓનું ટેસ્ટિંગ શરૂ કરાશે

ફેરિયા
ફેરિયા

Subscribe Saurashtra Kranti here

ફેરિયાઓનું સ્થળ પર જ કોરોના ટેસ્ટિંગ કરી હેલ્થકાર્ડ અપાશે: શાકમાર્કેટના થડા સંચાલકો અને ગુજરી બજારોના પાથરણાવાળાઓનું પણ સ્થળ પર ટેસ્ટિંગ થશે

સોમવારથી શેરી-ગલ્લીઓમાં ફરીને શાકભાજીનું વેચાણ કરતા તમામ ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવાની સાથોસાથ શહેરમાં ફરતા કોરોના સુપર સ્પ્રેડરને શોધવા ફરી વખત મહાઅભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. જ્યારે શાકભાજીમાં થડા ધરાવનાર વેપારીઓ તેમજ ગુજરી બજારોમાં વેપાર કરતા પાથરણાવાળાઓનું પણ સ્થળ પર ટેસ્ટિંગ કરી તમામને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. ગત સપ્ટેમ્બર મહિનામાં પિક પોઇન્ટ સમયે ફેરિયાઓમાં સંક્રમણ વધ્યું હતું.

વકરતી મહામારીને રોકવા માટે મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશતા મુસાફરોનું ટેસ્ટિંગ કરવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ સહિતના સ્થળોએ બુથ ઉભા કરવા કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરી છે. જ્યારે દરરોજ અનેક લોકો સાથે મુલાકાત થતી હોય તેમજ તેમનો સ્પર્શ થતો હોય તે પ્રકારના શાકભાજીના 800થી વધુ ફેરિયાઓમાં કોરોના સ્પ્રેડર શોધવા માટે ફરી વખત કવાયત હાથ ધરી છે. ગત સપ્ટેમ્બર માસમાં તમામ ફેરીયાઓને હેલ્થકાર્ડ આપી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામારી તળીયે જતા સમગ્ર કામગીરી બંધ કરી દેવાઇ હતી. હાલ કોરોનાએ માથુ ઉંચકતા ફરી વખત સ્પ્રેડર શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સોમવારથી વોર્ડ વાઈઝ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે. જ્યારે શાકમાર્કેટમાં બેસતા તમામ શાકભાજીના વેપારીઓનો સ્થળ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેવી જ રીતે અલગ અલગ સ્થળે અલગ અલગ વારે ભરાતી ગુજરીબજારોના પાથરણાવાળાઓનું ટેસ્ટિંગ કરી તેમને હેલ્થકાર્ડ આપવામાં આવશે. સોમવારથી તમામ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાશે.

Read About Weather here

જે એક સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાત પડ્યે પ્રાઈવેટ કંપનીઓના ડિલિવરી બોયનું પણ કોરોના ટેસ્ટ કરી હેલ્થકાર્ડ આપવામાં આવશે. આ સાથે અનેક ઘરોમાં જઈને ફુડની ડિલિવરી કરતાં ઝોમેટો, સ્વીગી સહિતની કંપનીઓના ડિલિવરી બોયનું પણ આગામી દિવસોમાં હેલ્થ ચેકઅપ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here