રાજકોટમાં શુક્રવારે 4222 લોકોએ રસીકરણ કરાવ્યું

ભારતમાં ઓક્ટોમ્બરથી બાળકોને રસી આપી શકાશે
ભારતમાં ઓક્ટોમ્બરથી બાળકોને રસી આપી શકાશે

પુરતો ડોઝ મળી જતા વેક્સિનેશન પુરજોશમાં ચાલુ

રાજકોટ સહિતના મહાનગરોને રાજય સરકાર તરફથી કોરોના વેક્સિનના વધુ ડોઝ મળી ગયા હોવાથી શહેરમાં આજે જોરદાર વેક્સિનેશન કામગીરી થઇ હતી.

Subscribe Saurashtra Kranti here

શુક્રવારે બપોર સુધીમાં જ 18 થી 44 વર્ષની વયના 2080 લોકો અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2142 લોકો સહિત કુલ 4222 શહેરીજનોએ રસી મુકાવી હતી તેમ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની એક યાદી જણાવે છે.

રાજકોટવાસીઓ ઉત્સાહભેર રસીકરણ કરાવવા માટે આગળ આવી રહયા છે. કોરોનાની બીજી લહેર રાજકોટમાં ખતમ થઇ ચુકી છે. એટલે પહેલા અને બીજા ડોઝ માટે કતારો લાગી રહી છે.

Read About Weather here

ગુરૂવારે કોરોનાનો આંક શુન્ય રહયો હતો અને આજે કોરોનાને એકડો નોંધાવ્યો હતો. શહેરમાં કુલ 42317 લોકો કોરોના મુકત થઇને સ્વસ્થ જીંદગી જીવી રહયા છે. રીકવરી રેઇટ 98.90 ટકા થઇ ગયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here