રાજકોટમાં વોકળા ઉપર ખડકાયેલી બધીજ ઓફિસો- દુકાનો ખાલી કરાવવામાં આવી

રાજકોટમાં વોકળા ઉપર ખડકાયેલી બધીજ ઓફિસો- દુકાનો ખાલી કરાવવામાં આવી
રાજકોટમાં વોકળા ઉપર ખડકાયેલી બધીજ ઓફિસો- દુકાનો ખાલી કરાવવામાં આવી
રાજકોટમાં ગઈકાલે સર્વેશ્વર ચોકમાં ગણેશોત્સવના પંડાલ પાસે વોકળા ઉપર ખડકાયેલા કોમ્પલેક્સની દુકાનોના માર્જીનમાં આવેલો વોકળાનો સ્લેબ ધસી પડતા ૩૫ લોકોને ઈજા થઈ છે જેમાં કેટલાકની હાલત નાજુક છે ત્યારે આ દુર્ઘટના પછી મનપાની આંખ ઉઘડી છે અને આજે શિવમ કોમ્પલેક્સ-૧ અને ૨ બન્ને લોરાઈઝ બિલ્ડીંગોને ભયગ્રસ્ત જાહેર કરી દેવાયા છે અને 100થી વધુ જેટલી ઓફિસો,દુકાનો,શોરૂમ્સને ખાલી કરાવાયા છે. 

Visit Saurashtra Kranti Homepage here

મનપા દ્વારા જી.પી.એમ.સી.એક્ટની ક. 268 મૂજબ સંતોષ ભેળ, શિવા બેલ્ટ, બાપા સીતારામ વડાપાંઉ, સક્રેચર્સ શોરૂમ, રામમંદિર કોલ્ડડ્રીંક, બાલાજીઘુઘરા, બોમ્બે સ્ટાઈલભેળ, વિજય ઈલેક્ટ્રોનિક્સ, પટેલ હોલીડેઝ, જય ભવાની વડાપાંઉ, બાલીસ પંજાબી ધાબા, જગદીશ કાર્ડ્ઝ, વગેરે તમામ કબજેદાર, એ.ઓ.પી.હોલ્ડર સહિત તમામને તાત્કાલિક અસરથી આ દુકાનો,શોરૂમસઓફિસોનો વપરાશ બંધ કરવા નોટિસ અપાઈ હતી અને દુકાનો બંધ કરાવી દેવાઈ છે. આ ઉપરાંત આ બન્ને કોમ્પલેક્સને જી.પી.એમ.સી.એક્ટની ક.૨૬૪ હેઠળ પણ નોટિસ ફટકારાઈ છે અને જર્જરિત ભાગો દૂર કરીને સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટી એટલે કે ઈમારત ભયમુક્ત ,મજબૂત છે તેવું સર્ટિ.રજૂ કરવા આદેશ  અપાયો છે. જો તેનો અમલ નહીં થાય તો મનપા દ્વારા તેનું ડિમોલીશન સહિતની કાર્યવાહી કરાશે. જો કે આ સહિત અન્ય વોકળા પરના બાંધકામો અંગે હજુ કોઈ કાર્યવાહી મનપાએ કરી નથી.

Read National News : Click Here

આ દુર્ઘટનામાં ખાણીપીણીની દુકાનો પાસે સ્લેેબ ઉપર ઉભેલા અને અત્યંત દુર્ગંધ ઓકતા વોકળામાં  ખાબકીને ૩૫ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ અંગે એ ડિવિઝન પોલીસે જણાવ્યા મૂજબ અમે જાણવા જોગ એન્ટ્રી કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે, કોઈ આજે રાત્રે ૮ સુધીમાં મૃત્યુ  થયાની સત્તાવાર જાહેરાત થઈ નથી. લત્તાવાસીઓએ જણાવ્યું કે સ્થળ ઉપર કોઈ બ્રેકર મશીનથી ધુ્રજારી થતી હતી અને આ તોડફોડ કે રિપેરીંગ કોણ કરતું હતું તેની પણ તપાસ થઈ રહી છે. લોકોએ જણાવ્યું કે અચાનક જ આખો સ્લેબ વોેકળામાં ધસી પડયો હતો પરંતુ, સદ્ભાગ્યે હાલ ચોમાસુ છતાં વોકળામાં  ધસમસતું પૂરનું પાણી વહેતું ન્હોતું અન્યથા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોત. આ ઉપરાંત ઘટનાસ્થળને અડીને જ વિજ સબસ્ટેશન આવેલું છે ત પણ પડવાની ભીતિ હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here