રાજકોટમાં વાયુવેગે આગળ વધતો કોરોના, નવા 150 કેસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

માત્ર 10 માસની બાળકીને સંક્રમણ થતા સિવિલમાં દાખલ: કલેકટર કચેરીનાં વધુ ત્રણ કર્મચારીઓને કોરોના લાગુ થતા હલચલ

રાજકોટ મહાનગરમાં કોરોના મહામારી વાયુવેગે ચારેય દિશામાં પ્રસરી રહી છે.આજે તા.18 ને મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કેસ નોંધાતા શહેરભરમાં ફફડાટ મચી ગયો છે અને આરોગ્યની ટુકડીઓ દોડતી થઇ ગઈ છે. ગઈકાલે પણ શહેરમાં 581 કેસો નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કલેકટર કચેરીમાં સંક્રમણ વિસ્તરી રહ્યું હોવાથી અગમચેતીનાં પગલા સાથે સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. કલેકટર કચેરીમાં ગઈકાલે ખાસ શાખા, હિસાબી શાખા અને રેકર્ડનાં ત્રણ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યાં આજે ફરી વધુ ત્રણ કર્મચારીઓ સંક્રમિત થઇ ગયા હોવાનું જાહેર થયું છે. મનપા કચેરીમાં પણ વાયરસે હાહાકાર મચાવ્યો હતો. મુખ્ય આરોગ્ય અધિકારી બાદ આજે નાયબ આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારા સંક્રમિત થયા છે.

દરમ્યાન ગોંડલ ખાતે સિવિલ હોસ્પિટલનાં નર્સને કોરોના થયા બાદ એમના પરિવારનાં એક સાથે આઠ સભ્યો કોરોના સંક્રમિત થઇ ગયા છે. આ નર્સની માત્ર 10 દિવસની ભત્રીજીને ચેપ લાગી જતા રાજકોટની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Read About Weather here

મહાનગરમાં મનપા વેક્સિનેશન કામગીરીને એક વર્ષ પૂરું થયું છે. કુલ 12.66 લાખ લોકોને રસીનો પહેલો ડોઝ આપી 110 ટકા કામગીરીની સિધ્ધિ મેળવી છે.
રાજકોટમાં 9.85 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઇ લીધો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here