રાજકોટમાં રોગચાળાનો અજગર ભરડો, મચ્છરોનો ઉપદ્રવ વધતા ઘરે-ઘરે માંદગીના ખાટલા

રાજકોટમાં રોગચાળાનો અજગર ભરડો, મચ્છરોનો ઉપદ્રવ વધતા ઘરે-ઘરે માંદગીના ખાટલા
રાજકોટમાં રોગચાળાનો અજગર ભરડો, મચ્છરોનો ઉપદ્રવ વધતા ઘરે-ઘરે માંદગીના ખાટલા

ઝાડા-ઉલ્ટી, શરદી-ઉધરસ, કમળા અને મરડાના કુલ 2163 કેસો નોંધાયા: ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનીયાના દોઢ ડઝનથી વધુ કેસ, સરકારી ચોપડા પર: ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો જબ્બર ધસારો, ફોગીંગ કામગીરી વધારવાની જરૂર

રાજકોટ શહેરમાં મિશ્ર વાતાવરણના પરીણામે મચ્છરનો ઉપદ્રવ વધી જતા રોગચાળો બેકાબુ બની રહયો છે. ચોમાસાની પેટર્ન બદલી હોવાથી એકાએક ઝાડા-ઉલ્ટી, વાયરલ તાવ, શરદી-ઉધરશ, મરડા, કમળો અને

Visit Saurashtra Kranti Homepage here

કોલેરાના કેસોમાં ઉછાળો નોંધાયો છે અને સમગ્ર શહેરમાં રોગચાળાએ અજગર ભરડો લઇ લેતા ઘરે-ઘરે માંદગી ઉપદ્રવના ખાટલા પથરાય ગયા છે.

કુલ 2163 જેટલા કેસો નોંધાયા છે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓનો જબરો ધસારો જોવા મળી રહયો છે. આ અંગે મનપાના આરોગ્ય અધિકારીએ એવું જણાવ્યું હતું કે,

ચોમાસાની પેટર્ન બદલાઇ ગઇ હોવાથી રોગચાળો ઉપદ્રવ વધી રહયો છે.શહેરમાં ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનીયાના દોઢ ડઝન કેસ તો સત્તાવાર રીતે ચોપડા પર નોંધાયા છે.

ખાનગી દવાખાનાઓમાં આવા કેટલા કેસો નોંધાયા છે તેની વિગતો હજુ બહાર આવી નથી. મનપાના આરોગ્ય અધિકારી જણાવે છે કે, છેલ્લા 43 દિવસમાં જ શરદી-ઉધરસના 1656 કેસ, ઝાડા-ઉલ્ટીના 445 કેસ, મરડાના 15, કમળાના 8 કેસ નોંધાયા હતા.

વર્ષના પ્રારંભે જ છ મહિનામાં મેલેરીયાના માત્ર 6 કેસ નોંધાયા હતા તેની સામે છેલ્લા દોઢ મહિનામાં જ મેલેરીયાના 10 જેટલા કેસ નોંધાયા છે.

જાન્યુઆરીથી 12 ઓગસ્ટ સુધીમાં મેલેરીયાના 16 કેસ નોંધાયા છે. ગત જાન્યુઆરી થી જૂન સુધીમાં ડેન્ગ્યુના માત્ર 7 કેસ હતા તેની સામે જૂલાઇ તથા ઓગસ્ટમાં 15 નવા કેસ નોંધાયા છે.

આ રીતે 43 દિવસમાં વિવિધ રોગના 2163 કેસો સત્તાવાર રીતે ચોપડામાં નોંધાયા છે બિનસત્તાવાર આંકડો ઘણો મોટો હોવાનો ડર છે.

રોગચાળો નાથવા માટે મનપા દ્વારા શહેરભરમાં ચેકિંગ કરવામાં આવી રહયું છે. રહેણાંક મકાનો ઉપરાંત બાંધકામ સાઇટ અને ઔદ્યોગીક એકમોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહયું છે.

જયાં જયાં પાણી ભરાયું હોય ત્યાં મચ્છર નાસક દવાઓ છાંટવામાં આવી રહી છે એ માટે મનપા આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો કાર્યરત છે.

લોકો ઘરમાં ભરાયેલા પાણીનો તુરંત નિકાલ કરી નાખે એવી મનપાના આરોગ્ય અધિકારી લલીત વાંજાએ શહેરીજનોને અપીલ કરી છે.

શહેરભરમાં ફોગીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કેટલાક અગ્રણી શહેરીજનોનો મત છે કે, ફોગીંગની કામગીરી હજુ વધુ વ્યાપક બનાવવાની જરૂર છે.

મચ્છરોનો ઉપદ્રવ તાકિદે કાબુમાં લઇ લેવો પડે નહીંતર રોગચાળો બેકાબુ બની જતા વાર લાગશે નહીં.ઘણાં બધા વિસ્તારોમાં હજુ દવાનો છંટકાવ થયો નથી એવું જાણવા મળે છે

Read About Weather here

એ તમામ વિસ્તારોમાં પણ લોકોની ફરીયાદો સાંભળીને તાત્કાલીક ચેકિંગ કરી મચ્છરનાસક દવાઓ છાંટવામાં આવે એ જરૂરી બન્યું છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here