મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા 25 મિલકતો સીલ, 129 મિલકતોને નોટીસ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા આજે 25 મિલ્કતોને સીલ, 129 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂ. 179.11 લાખ રિકવરી કરેલ છે.જેમાં વોર્ડ નં- 1માં રિયા રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.55 લાખ રિકવરી. વોર્ડ નં- 2માં રૈયા રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે નળ-કનેક્શન કપાતની કાર્યવાહી હાથ ધરતાં રૂ. 45 હજાર રિકવરી, બજરંગવાડી સર્કલ પાસે આવેલ 3-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડ નં- 6માં માંડા ડુંગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 50 હજાર રિકવરી, સંત કબીર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 50 હજાર રિકવરી. વોર્ડ નં- 10માં કાલાવાડ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.36 લાખ રીકવરી, બ્રહ્મસમાજ ચોકમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.04 લાખ રિકવરી, નીલ સીટી કેમ્પસમાં આવેલ કોમ્પલેક્ષના સમ્પ કનેક્શનના બાકી માંગણા સામે રૂ. 4.95 લાખ રિકવરી. વોર્ડ નં- 12માં રસુલપરા મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે,
ગોંડલ ચોકડી પાસે આવેલ પરેફેકટ મોટર્સના 2-યુનિટના બાકી માંગણા સામે રૂ. 59.87 લાખ રિકવરી. વોર્ડ નં- 13માં અમરનગરમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે 1.36 લાખ રિકવરી. વોર્ડ નં- 16માં કોઠારિયા રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 45 હજાર રિકવરી. વોર્ડ નં- 17માં પરમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ છે. વોર્ડ નં- 18માં કોઠારિયા સોલ્વંત રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.21 લાખ રિકવરી કરવામાં આવી.
Read About Weather here
આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.(11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here