રાજકોટમાં રાતનાં મોડે સુધી વેપાર ધંધાની છૂટ આપવા માંગણી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દિવાળીનાં તહેવારો સંદર્ભે ગાંધીનગરમાં રજૂઆત: કમસે કમ 15 દિવસ માટે રાત્રી કર્ફ્યું દૂર કરવા મુખ્યમંત્રી-ગૃહમંત્રીને અનુરોધ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દિવાળીનાં તહેવારોમાં રાતનાં મોડે સુધી વેપારીઓને વેપાર ધંધાની છૂટછાટ આપવા મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સમક્ષ ભાર પૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ચેમ્બરે એવી રજૂઆત કરી છે કે, ગુજરાતમાં કોરોના અત્યારે નહીંવત થઇ ગયો છે. હજુ રાજકોટ સહિત 8 મહાનગરોમાં રાતના 12 થી સવારનાં 6 સુધી નાઈટ કર્ફ્યું અમલમાં છે.

દુકાનો ખુલ્લી રાખવા માટે રાતનાં 10 વાગ્યા સુધીની છૂટ અપાઈ છે. જેના કારણે દીપાવલીનાં પાવન તહેવારની ઉજવણી અને ખરીદ વહેંચાણમાં વેપારીઓ તથા આમ જનતા માટે રાત્રી કર્ફ્યું ખૂબ જ અવરોધ રૂપ બની રહ્યો છે.

ચેમ્બરે રજૂઆત કરી છે કે, દિવાળીનાં તહેવારોમાં બજારોમાં મોડે સુધી લોકોની અવરજવર રહે છે, ખરીદી થતી રહે છે. કોરોના મહામારીનાં કારણે સતત બે વર્ષ સુધી વેપારીઓએ આર્થિક મંદીનો સામનો કર્યો છે.

Read About Weather here

હવે સારો વેપાર થવાની આશા જાગી છે ત્યારે 15 દિવસ માટે રાત્રી કર્ફ્યું દૂર કરવા ચેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આગ્રહ ભર્યો અનુરોધ કર્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here