રાજકોટ બાર એસોસિએશન દ્વારા શનિવારની લોક અદાલતનો બહિષ્કાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લાના ડીસ્ટ્રીકટ જજ ના પરીપત્રના વિરોધ માટે રીપ્રેઝન્ટેશન મોકલવામાં આવેલ પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોવાથી નિર્ણય લેવાયો

રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટ જિલ્લાના ડીસ્ટ્રીકટ જજ ના પરીપત્રના વિરોધ માટે મળેલ મીટીંગના ઠરાવના અનુસધાને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ, ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, રાજકોટ જિલ્લાના યુનિટ જજ વગેરેને રાજકોટ બાર એસોસિએશન દ્વારા રીપ્રેઝન્ટેશન મોકલવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોય. જેથી રાજકોટ બાર એસોસિએશનની કારોબારી કમીટી દ્વારા મીટીંગમાં રાજકોટ જિલ્લામાં આગામી લોક અદાલત તારીખ -11/12/2021 ના રોજ જે લોક અદાલત છે.

તેનો રાજકોટ બાર એસોસિએશનના તમામ સભ્યો દ્વારા લોક અદાલતથી અલીપ્ત રહેવાનુ ઠરાવ કરવામાં આવે છે અને રાજકોટ બાર એસોસિએશનના તમામ સભ્યોને અનુરોધ કરવામાં આવે છે તેવુ સર્વાનુમતે ઠરાવવામાં આવે છે.

આ ઠરાવને રાજકોટ બાર એસોસિએશનના (પ્રમુખ) બકુલભાઈ વિ. રાજાણી, (ઉપ પ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા, (સેક્રેટરી) ર્ડો. જીજ્ઞેશભાઈ જોષી, (જોઈન્ટ સેક્રેટરી) કેતનભાઈ દવે, (ટ્રેઝર2) 2ક્ષીતભાઈ કલોલા, (લાયબેરી સેક્રેટરી) સંદીપભાઈ વેકરીયા

Read About Weather here

તથા કારોબારી સભ્ય અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મંડ, ધવલભાઈ મહેતા, પીયુષભાઈ સખીયા, વિજયભાઈ રૈયાણી, પંકજભાઈ દોંગા, વિવેકભાઈ ધનેશા, મનીષભાઈ આચાર્ય, કૈલાશભાઈ જાની, રેખાબેન તુવાર દ્વારા સર્મથન આપવામાં આવેલ છે.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here