રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક નિમિત્તે અભુતપૂર્વ ધર્મયાત્રા

રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક નિમિત્તે અભુતપૂર્વ ધર્મયાત્રા
રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક નિમિત્તે અભુતપૂર્વ ધર્મયાત્રા
જૈનમ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિતે તા.14 ને ગુરુવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કીના ગગન ભેદી નાદ સાથે યોજાયેલ જેમાં સવારે 8 કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કૂલ) થી પ્રારંભ થઈ શ્રોફ રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રોડ, જીલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે 9.30 કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તિત થયેલ. સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર અનેક જ્ઞાતિ, સમાજ, મંડળ, સામાજીક સંસ્થા, રાજકીય પક્ષો, વેપારી મંડળ, ડોકટર, એડવોકેટ, બિલ્ડર વિગેરે દ્વારા ભગવાન મહાવીરનાં અક્ષત વધામણા કરવામાં આવ્યા હતા. તથા જગ્યા એ જગ્યાએ પાણી, ઠંડા પિણા,

Visit Saurashtra Kranti Homepage here

પ્રસાદ વિગેરેનું ભાવભેર વિતરણ કરવામાં આવ્યું હતું.જૈન સમાજનાં અનેક સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, જૈન સમાજનાં શ્રેષ્ઠોઓ, સંઘ, દેરાસર, ઉપાશ્રય, ગ્રુપ વિગેરેનાં અનેકવિધ આગેવાનો આ તકે સમગ્ર ધર્મયાત્રામાં જોડાયા હતા. ખૂબ જ વિશાળ અને જોવાલાયક શોભાયાત્રામાં અષ્ટમંગલ, ચૌદ સ્વપના, ભગવાનનો રથ, વિખ્યાત રાસમંડળી, જૈનોનું બોટાદ બેન્ડ, 30 થી વધુ ફલોટ્સ, 70 થી વધુ કાર, 100 બાઈક-સ્કુટર, સુશોભિત સાઈકલ, બુલેટ સવાર શ્રાવિકાઓ, સુશોભિત વાહનો, ડી.જે., મંડળની કળશધારી બહેનો, મોટી શ્રાવક-શ્રાવિકાઓ, અનુકંપા રથ વિગેરે જોડાયા હતા.

જીલ્લા પંચાયત ચોક ખાતે બાળકોની વેશભૂષા સ્પર્ધામાં 150 થી વધુ બાળકો, રંગોળી સ્પર્ધામાં અનેક સ્પર્ધકો, વિશેષ આકર્ષણ એવુ એસ્ટ્રોન ચોક ખાતે વિર પ્રભુનું પારણું સહિતનાં આકર્ષણો થકી પણ અનેક લોકો આ ધર્મયાત્રામાં જોડાયા હતા. બોટાદથી ખાસ આ ધર્મયાત્રામાં આવેલ જૈનો નાં બેન્ડ દ્વારા સમગ્ર યાત્રામાં સંગીતની સુમધુર સુરાવલીઓ વહેવડાવી હતી. ઉપરાંત એક પિરામીડનાં નવીન પ્રયોગ દ્વારા શાસનગાનનું નજરાણું પણ રજુ કરવામાં આવેલ હતું જેને ઉપસ્થિત ગુરૂભગવંતો, શ્રેષ્ઠોઓ, શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા બિરદાવવામાં આવેલ હતું. અંતમાં આ ધર્મયાત્રા હેમુ ગઢવી હોલ મહાવીરનગરી ખાતે ધર્મસભાનાં રૂપમાં પરિવર્તિત થઈ હતી.

ગોંડલ સંપ્રદાયનાં પૂ. ધિરજમુની મહારાજ સાહેબએ આશિર્વચન પાઠવતા સૌ પહેલા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી બદલ જૈનમ પરિવારને ખૂબ બિરદાવ્યું હતું.રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ જૈનો ઉપરાંત સમાજના દરેક વર્ગને, દરેક જ્ઞાતિને સાથે રાખીને આટલા સુંદર આયોજન બદલ જૈનમને શુભેચ્છા પાઠવેલ હતી.આ મહોત્સવ અંતર્ગત સુશોભિત ફલોટની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં પહેલા નંબરે પારસધામ દેરાસર, બીજા નંબરે જેએસજી મીડટાઉન સંગીની, ત્રિજા નંબરે મુકત નિલમ મહિલા મંડળ-ગાયત્રીનગર, ચોથા નંબરે લુક એન લર્ન, પાંચમા નંબરે વૃજસ્વામી પાઠશાળા ટીચર ગ્રુપ ને વિજેતા જાહેર કરેલ છે.

Read About Weather here

આ ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ભાગ લીધેલ સ્પર્ધકોએ અથાગ્ મહેનતથી મનમોહક રંગોળી બનાવેલ જેમાં પ્રથમ નંબરે તુલશીબેન કાલરીયા, બીજા નંબરે રશ્મિબેન અઘેરા, ત્રિજા નંબરે તુલસીબેન દફતરી, ચોથા નંબરે વિનંતીબેન મહેતા, પાંચમા નંબરે ભાવીનીબેન ભણસાલીને વિજેતા જાહેર કરેલ અને તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. આ મહોત્સવ અંતર્ગત સુશોભિત બાઈકની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં પહેલા નંબરે કિરણબેન શાહ, બીજા નંબરે કામીનીબેન દોશી, ત્રિજા નંબરે જેશીકાબેન કોઠારી, ચોથા નંબરે રીઘ્ધીબેન પંચમીયા, અને સાઈકલ સુશોભનમાં સાર્થક મહેતા તેમજ કાર સુશોભનમાં બકુલેશભાઈ કામદારને વિજેતા જાહેર કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here