રાજકોટમાં બે દિવસમાં 12 હજાર લોકોનું રસીકરણ

ભારતમાં ઓક્ટોમ્બરથી બાળકોને રસી આપી શકાશે
ભારતમાં ઓક્ટોમ્બરથી બાળકોને રસી આપી શકાશે

વેક્સિનના ડોઝ ઓછા મળતા હોવાથી ગતિ એકદમ ધીમી

રાજકોટ સહિત ગુજરાતભરમાં રસીકરણ અંગેનો દેકારો યથાવત રહયો છે. વેક્સિનના ઓછા ડોઝને કારણે કાતો રસીકરણ કેન્દ્રો બંધ કરવામાં આવી રહયા છે અથવા તો જયાં ખુલ્લા છે ત્યાં ધીમી ગતીએ ધાર્યા કરતા ઓછા લોકોને રસી આપવામાં આવે છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેરને દૈનિક અંદાજે 8 થી 9 હજાર વેક્સિન ડોઝ પુરવઠો મળે છે. શહેરમાં 32 કેન્દ્રો પર આજે રસીકરણ ચાલુ કરવામાં આવ્યું હતું. આજે શુક્રવારે બપોર સુધીમાં 18થી 44 વર્ષની વયના કુલ 1909 અને 45 વર્ષથી મોટી ઉમરના કુલ 2168 લોકો સહિત કુલ 4077 નાગરીકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.

તમામ વેક્સિનેશન કેન્દ્રો પર લાંબી લાંબી લાઇનો જોવા મળી હતી જે હજી બપોરે પણ ચાલુ છે.ગઇકાલે તા.15ને ગુરૂવારે 18થી 44 વર્ષની વયના 3995 અને 45 વર્ષથી મોટી વયના 4665 નાગરીકો સહિત કુલ 8760 શહેરીજનોએ રસીકરણ કરાવ્યું હતું તેમ રાજકોટ મનપાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

કોરોનાના ગુરૂવારે માત્ર 4 કેસ નોંધાયા હતા અને 7 દર્દીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા હતા. આજે શુક્રવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 1 પણ નવો કેસ નોંધાયો નથી.

Read About Weather here

શહેરમાં કુલ કેસની સંખ્યા 42782 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 43 દર્દી સારવાર હેઠળ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here