રાજકોટમાં બેફામ બનતો રોગચાળો, શરદી, ઉધરસ, તાવનાં સેંકડો કેસ

રાજકોટમાં બેફામ બનતો રોગચાળો, શરદી, ઉધરસ, તાવનાં સેંકડો કેસ
રાજકોટમાં બેફામ બનતો રોગચાળો, શરદી, ઉધરસ, તાવનાં સેંકડો કેસ

ઝાડા-ઉલ્ટીનાં 57, ટાઈફોઈડનાં 5 અને કમળાનાં 2 કેસ: સાવધાની જરૂરી; મનપા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો નિયંત્રિત કરવા લેવાતા સઘન પગલા; ગત એક સપ્તાહમાં 796 જેટલા ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઈ

રાજકોટ શહેરમાં મૌસમી શરદી, ઉધરસ, તાવ તથા ઝાડા-ઉલ્ટીનો રોગચાળો બેફામ બની રહ્યો હોવાનું મનપા દ્વારા જાહેર આંકડા દર્શાવે છે. ગત એક સપ્તાહ દરમ્યાન શરદી-ઉધરસનાં 872 કેસ, સામાન્ય તાવનાં 413 કેસ, ઝાડા-ઉલ્ટીનાં 57 કેસ, ટાઈફોઈડ તાવનાં 5 અને કમળાનાં 2 કેસો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સદ્દનશીબે છેલ્લા એક સપ્તાહથી ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી. મનપાની આરોગ્ય શાખા અને મેલેરીયા વિભાગની યાદી અનુસાર મચ્છરોની ઉત્પતિ રોકવા અને રોગચાળો કાબુમાં લેવા મનપા દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. ફોગીંગ સહિતની કામગીરી સતત કરવામાં આવે છે. આ પ્રકારનાં રોગ સફાઈનો અભાવ અને બેદરકારીથી થતા હોવાથી રોગ કાબુમાં લેવા લોકોનો સહકાર જરૂરી બને છે.

મનપા એની યાદી મુજબ ગયા સપ્તાહે શહેરનાં 8918 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 796 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરની વધુ ઘનતાવાળા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન મશીનથી ફોગીંગ કરવામાં આવે છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં વ્હીકલથી ફોગીંગ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

ડેન્ગ્યુ રોગચાળો અટકાવવાના ભાગરૂપે શહેરનાં વિવિધ વિસ્તારોમાં 220 વ્યાપારી અને રહેણાંક સ્થળો પર મચ્છર ઉત્પતિ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નોટીસ તથા વહીવટી ચાર્જ વસૂલવા જેવી કામગીરી કરવામાં આવી હતી. ડેન્ગ્યુ અને મેલેરીયાથી બચવા માટે ચોખ્ખા પાણી ભરેલા પાત્રો ઢાંકી રાખવા અને બિનઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરી નાખવા લોકોને તાકીદ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here