રાજકોટમાં ફેટસ્પ્રેડનો નમુનો ફેલ થતાં ઉત્પાદક પેઢીને કુલ 1 લાખ 10 હજારનો દંડ

રાજકોટમાં ફેટસ્પ્રેડનો નમુનો ફેલ થતાં ઉત્પાદક પેઢીને કુલ 1 લાખ 10 હજારનો દંડ
રાજકોટમાં ફેટસ્પ્રેડનો નમુનો ફેલ થતાં ઉત્પાદક પેઢીને કુલ 1 લાખ 10 હજારનો દંડ
લોકોને જાહેર ખાણી-પીણીનાં સ્થળો પર અખાદ્ય પદાર્થોનાં સેવનથી નુકશાન ન થાય એ જોવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અવિરત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે વધુ કેટલાક સ્થળો પર અલગ-અલગ સ્થળેથી ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા અને વાસી પદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો હતો. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ-5 કેન્કો હાઉસ ખાતે કિશોર એન્ડ કંપનીનો માઈક્રોલાઈટ પ્રીમીયમ ફેટસ્પ્રેડ (500 ગ્રામ પેક્ડ)નો નમુનો ચકાસણી બાદ સબસ્ટાનડર્ડ જાહેર થયો હતો. આથી નમુનો આપનાર પેઢીના માલિક રશ્મિકાંત કિશોરકાંત ગોડાને નિવાસી અધિક કલેકટર દ્વારા રૂ.10 હજારનો દંડ, ઉત્પાદક પેઢીના નોમીની મહેન્દ્ર છોટાભાઈ પટેલને રૂ.50 હજારનો દંડ અને ઉત્પાદક પેઢી ગાગર ફૂડઝ પ્રા.લી. ને રૂ.50 હજારનો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ફૂડ વિભાગની ટીમ દ્વારા શ્રીજી ડેરી ફાર્મ, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ શોપ નં.4, માધવપાર્ક-1, 150 ફૂટ રીંગરોડ ખાતેથી લીધેલા ભેંસનાં દૂધના નમુનામાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા પેઢીનાં માલિક દીપેશ કુમાર શાંતિલાલ મેઘપરાને રૂ.5 હજારનો દંડ કરવામાં આવ્યો છે.ભાવનગર રોડ ચુનારાવાડ ચોકની બાજુમાં મુબારક નોનવેજ રેસ્ટોરાંમાંથી 8 કિલો જેટલા વાસી નોનવેજ પ્રિપેર્ડ ફૂડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને હાઈજીનીક કંડીશન જાળવવા નોટીસ આપવામાં આવી હતી. એ જ રીતે પેડક રોડ પણ બાલક હનુમાન ચોક પર વિષ્ણુ ખમણ પેઢીમાંથી ચકાસણી બાદ બે કિલો વાસી ઈડલીનો નાશ કરવામાં આવ્યો હતો

Read About Weather here

અને હાઈજીનીક કંડીશનની નોટીસ અપાઈ હતી. ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન દ્વારા 80 ફૂટ રોડ નહેરૂનગર વિસ્તારમાં કુલ 17 પેઢીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 9 પેઢીને લાયસન્સ બાબત નોટીસ અપાઈ હતી. દૂધ, પ્રિપેર્ડ ફૂડ અને ખાદ્યતેલના 9 નમુનાની ચકાસણી કરવામાં આવી હતી. જયમંદિર કોલ્ડ્રીંકસ, ખોડીયાર કોલ્ડ્રીંકસ, એસ.એસ. દાળપકવાન, સદ્દગુરૂ કોલ્ડ્રીંકસ, ભવાની ફરસાણ, બાપા સીતારામ ટી-સ્ટોલ, ખોડીયાર પાન સેન્ટરને લાયસન્સ નોટીસ આપવામાં આવી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here