રાજકોટમાં ફરી વિરોધ પ્રદર્શન: 29 કોંગી કાર્યકરોની અટકાયત

રાજકોટમાં ફરી વિરોધ પ્રદર્શન: 29 કોંગી કાર્યકરોની અટકાયત
રાજકોટમાં ફરી વિરોધ પ્રદર્શન: 29 કોંગી કાર્યકરોની અટકાયત

‘ભ્રષ્ટાચાર બંધ કરો’ સહિતના સુત્રોચ્ચાર સાથે રોષભેર ધરણા
‘ક્રાઈમ બ્રાન્ચ હવે હવાલા બ્રાંચ’ જેવા સુત્રો લખેલા બેનરો સાથે કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો દ્વારા હલ્લાબોલ
‘અમને નહીં, ભ્રષ્ટાચારીઓને પકડો’ નો કોંગ્રેસનો આક્રોશ: જિલ્લા પંચાયત ચોક ખાતે ભારે ધમાલ

રાજકોટમાં પોલીસ કમિશનર વિરૂધ્ધ આજે બીજા દિવસે પણ શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયત ચોક ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ‘ભ્રષ્ટાચાર બંધ કરો’ ના નારા લગાવતા શહેર કોંગ્રેસ ના 29 આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ખાનગી બિલ્ડર પાસેથી રૂ.75 લાખ કટકટાવ્યા હોવાનો ખુદ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે આક્ષેપ કર્યો છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે લાખોના ભ્રષ્ટાચાર સંદર્ભે આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા બીજા દિવસે પણ જીલ્લા પંચાયત ચોક ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં ‘ભ્રષ્ટાચાર બંધ કરો’ ના નારા અને રક્ષક જ બન્યા ભક્ષક, વાડ જ ચીભડા ગળે, રાજકોટ પોલીસ કમિશ્નર ગુનાઓ અટકાવવાને બદલે ગુનાઓ કરે, હવાલા ગીરી બંધ કરો તેમજ રાજકોટ પોલીસ ની ક્રાઈમ બ્રાંચ હવે હવાલા બ્રાંચ ના બેનરો સાથે શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયત ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષા ગાયત્રીબા વાઘેલા, ભાર્ગવભાઈ પઢીયાર, દિપ્તીબેન સોલંકી, દિનેશભાઈ મકવાણા, દેવેન્દ્ર સિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, દિલીપભાઈ આશવાણી, સંજયભાઈ અજુડિયા, વાસુભાઈ ભંભાણી, મુકેશભાઈ પરમાર, જયેશભાઈ રાછડિયા, દાનાભાઈ હુંબલ, પ્રભાતભાઈ ડાંગર, અર્જુનભાઈ ગુજરિયા, દેવેન્દ્રસિંહ રાણા, તુષિતભાઈ પાનેરી, કૃષ્ણદતભાઈ રાવલ, ચંદ્રિકાબેન વરાણીયા, હિરલબા રાઠોડ, મનીષાબા વાળા, નારણભાઈ હીરપરા, સુરેશભાઈ ગરેયા, ઠાકરસીભાઈ ગજેરા, હિતેશભાઈ હિમાલય રાજ રાજપૂત સહિતના જેમાં શહેર કોંગ્રેસ ના 29 આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here