રાજકોટમાં પેકેજ ડ્રિન્કીંગ વોટર પેઢીઓમાં મનપાનું સઘન ચેકિંગ

રાજકોટમાં પેકેજ ડ્રિન્કીંગ વોટર પેઢીઓમાં મનપાનું સઘન ચેકિંગ
રાજકોટમાં પેકેજ ડ્રિન્કીંગ વોટર પેઢીઓમાં મનપાનું સઘન ચેકિંગ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પેકેજ ડ્રીન્કીંગ વોટર બનાવીને વેચતી કેટલીક પેઢીઓમાં મનપાની આરોગ્ય ટીમો દ્વારા ઇન્સ્પેકશન અને ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. આવી એક પેઢીમાં કામગીરી બંધ કરીને નોટીસ ફટકારવામાં આવી છે. જયારે પાણી વેચતી બીજી એક પેઢીને નોટીસ આપી મિનરલ વોટરનાં નમુના પણ લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકા વિસ્તારમાં સંખ્યાબંધ શાખા ધરાવતા એક જાણીતા રેસ્ટોરન્ટમાં પણ ફરીથી દરોડો પાડીને ચકાસણી કરવામાં આવી હતી અને 12 કિગ્રા જેટલા અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મનપાનાં આરોગ્ય વિભાગ અને ડેઝીગનેટેડ અધિકારીની યાદી જણાવે છે કે, સમ્રાટ ઇન્ડ, બીલ્શન બીવરેજીઝ યુનિટમાં તપાસ કરવામાં આવતા બીલ્શનનું બીઆઈએસનું લાઈસન્સની મુદ્દત પૂરી થયાનું જણાયું હતું છતાં ગેરકાયદેસર પાણીની બોટલનું ઉત્પાદન ચાલુ હતું. જેના પર 2022 ની એપ્રિલની ખોટી તારીખ નાખવામાં આવતી હતી. નિયમ મુજબ સ્થળ પર કોઈ લેબોરેટરી ટેક્નીશીયન ન હતો. દરેક બેચનું ટેસ્ટીંગ કરી તેનો રીપોર્ટ કરાતો ન હતો. પાણીની બોટલ અને ઢાંકણાનું પ્લાસ્ટિક ફૂડગ્રેડ હોવાની વિગત ન હતી. હાઈજીનીક કંડીશનનો પણ ભંગ જણાયો હતો. અહીં માત્ર પીવાના પાણીનાં ઉત્પાદનનું લાઈસન્સ હોવા છતાં અન્ય બ્રાન્ડમાં સોફ્ટ ડ્રીંક્સનો જથ્થો રાખી શરતોનો ભંગ કરાયો હતો. આ તમામ ચકાસણી બાદ બીઆઈએસ લાઈસન્સ રીન્યુ ન થાય ત્યાં સુધી કામગીરી સ્થગિત કરાવવામાં આવી છે અને નોટીસ પણ આપવામાં આવી છે. બીલ્શન વોટરનાં સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલાયા છે.

બીજી કાર્યવાહી વૈદવાડી મવડી પ્લોટ બીસ્વીન બેવરેજીઝમાં કરવામાં આવી હતી. અહીં તપાસણી દરમ્યાન લાઇસન્સની શરતો અને હાઈજીનીક કંડીશનનો ભંગ જણાયો હતો. ઉત્પાદન સમયે લેબ ટેક્નીશિયનની હાજરી જણાઈ ન હતી. દરેક બેચનાં પાણીનાં પરીક્ષણનો રેકર્ડ ન હતો. અન્ય બ્રાન્ડનાં સોફ્ટ ડ્રીંક્સ વેચાતા હતા જેનું લાઈસન્સ ન હતું. આથી નિયમ ભંગ બદલ પેઢીને નોટીસ આપવામાં આવી છે અને બીસ્વીન બ્રાન્ડ બોટલનાં નમુના પણ લેવાયા છે.

Read About Weather here

ઓનલાઈન મળેલી ફરિયાદને આધારે યાજ્ઞિક રોડ, સર્વેશ્વર ચોક ખાતે આવેલ સન્ની પાજી દા ધાબા રેસ્ટોરાંમાં ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઉત્પાદન સ્થળ અને સ્ટોરમાં ગંદકી, ફ્રીઝમાં જીવાત, સડેલા બટેટા, પ્રતિબંધિત એમએસજી, આજીનો મોટોનો ઉપયોગ, ગ્રેવીમાં કેમિકલ કલર, કોમર્શીયલ કોમ્પ્લેક્ષનાં પેકેજમાં રસોડું અને સ્ટોરેજ જેવી સ્થિતિ માલુમ પડી હતી. વાસી બાંધેલ લોટ, શાકભાજી અને મન્ચુરીયન ગ્રેવીનો જથ્થો મળી આવ્યા હતા. પંજાબી રેડ ગ્રેવી અને મન્ચુરીયન ડ્રાયનાં નમુના પરીક્ષણ માટે મોકલાયા હતા. વાસી બાફેલા શાકભાજી, પનીર ચીલી અને સડેલા શાકભાજી સહિત 12 કિલો વાસી પદાર્થનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને રેસ્ટોરાંને નોટીસ આપવામાં આવી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here