રાજકોટમાં પિયત મુદ્દે ખેડૂતો મેદાનમાં

રાજ્યમાં મેઘરાજાની સટાસટી: સૂત્રાપાડા, માણાવદરમાં આભ ફાટ્યું.....
રાજ્યમાં મેઘરાજાની સટાસટી: સૂત્રાપાડા, માણાવદરમાં આભ ફાટ્યું.....

આજી-3 માંથી પિયત પાણી બંધ થતા ખેડૂતો નારાજ

ખેડૂતો પોતાના પ્રશ્નો રજૂ કરી શકતા નથી, નજર કેદમાં: દિલીપ સખીયા

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી નદી ઉપર આવેલ આજીડેમ નંબર ૩ જે સીંચાઈ માટે બનાવેલ છે. તે ડેમમાંથી આજુબાજુના પાંચથી છ ગામમાં કેનાલ મારફતે ખેડૂતોને પાણી ઘણા વર્ષોથી મળી રહ્યું છે. હાલ પણ આડેમમાંથી સિંચાઈ માટેની કેનાલ ચાલુ કરેલ હતી. પરંતુ રાજકીય રમતના હિસાબે રાતોરાત આ કેનાલ બંધ કરવામાં આવેલ છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આક્ષેપ કરાયો છે. વધુમાં જણાવ્યું છે કે, આ બધા કેનાલ થવાથી ખેડૂતોના કરોડો રૂપિયાનો પાક સુકાય તેવી હાલતમાં હોવાને હીસાબે ખેડૂતોની અંદર ભયનો માહોલ બનેલો છે. ખેડૂતો દ્વારા અધિકારીઓને પૂછવામાં આવ્યું તો અધિકારીઓ દ્વારા મેસેજ મળેલો ત્યાં પાણી પીવા માટે રાખવામાં આવેલ છે. પરંતુ તે પાણી પીવાને યોગ્ય નથી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આજી નદીમાં રાજકોટ શહેરની નજીક અને રાજકોટના નીચેના ભાગમાં આજીડેમ ૨ અને આજીડેમ 3 બનેલા છે. રાજકોટ શહેરનો વપરાથનું ટોટલ દૂષિત પાણી આજી ડેમ ૨ નંબરમાં જાય છે. આજી ડેમ ૨ નંબરમાંથી ઘણી વખત આ દુષિત પાણી આજીડેમ 3 માં પણ છોડવામાં આવે છે. તો આજીડેમ 3 અને આજીડેમ ૨ બન્નેના પાણી પણ પીવાલાયક નથી. તો તાત્કાલિક ધોરણે કેનાલમાં છોડી ખેડૂતના સુકાના પાકને બચાવવો જોઈએ. તો આવું ખરાબ પાણીનો સ્ટોક રાખી અને ખેડૂતો ઉપર અત્યાચાર કરવા કરવો જોઈએ તે સમજાતું નથી?

રાજકોટનું આજી ડેમમાં ઘણું બધું પાણી છે. જરૂર પડે તો એ પાણી આજી 3 ની અંદર પણ નાખી શકાય તેવી હાલતમાં છીએ. તો અત્યારે ખેડૂતોની આ મુશ્કેલીના સમયમાં સરકાર તાત્કાલિક એવો નિર્ણય લઈ અને ખેડૂતોને ખેતી માટે તેનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે ફરીથી કેનાલ ચાલુ કરે તેવી અમારા બધાની માંગણી છે. જેટલું પણ મોડું થાય તેટલી ખેડૂતોને નુકશાની વધુ છે.

આ ડેમમાંથી કેનાલ છોડવા બાબતે ખેડૂતો દ્વારા જે કાર્યક્રમ કરવાનો હતો. કાર્યક્રમ પહેલા જ ખેડૂત આગેવાનોને નજર કેદ કરેલ છે. થોરીયાળી ગામના સરપંચને રાતના ૨ વાગે પોલીસ કર્મચારી ઘરે જઈને ધમકાવે છે. ભારતીય કિસાન સંઘના રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયાને પણ પોલીસ દ્વારા નજર કેદ કરેલ છે. ખેડૂતો પોતાના પ્રશ્નોની રજૂઆત પણ કરી શક્તા નથી.

Read About Weather here

ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ટીમ તેમજ પડધરી તાલુકા ટીમ અને આજુબાજુના ગામ મોડપર, થોરીયાળી, લતીપર, જસાપર અને સગારીયા ગામોના ખેડૂતો સાથે મળી સરકારને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પાણી છોડવામાં આવે. તેમ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here