રાજકોટમાં પાણીચોરી રોકવા મનપાની અવિરત ઝુંબેશ

રાજકોટમાં પાણીચોરી રોકવા મનપાની અવિરત ઝુંબેશ
રાજકોટમાં પાણીચોરી રોકવા મનપાની અવિરત ઝુંબેશ
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીચોરી વિરોધ્ધી જોરદાર ઝુંબેશ આગળ વધારવામાં આવી રહી છે. મનપા દ્વારા પાણીનાં નળમાં ઈલેક્ટ્રીક મોટર મૂકી કે અન્ય અનધિકૃત રીતે ડાયરેક્ટ પાણીચોરી કરતા લોકો સામે મનપાનાં તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. આવા લોકો સામે પગલા લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાંથી ભળતું ગંદુ પાણી કે ઓછા દબાણથી નળમાં પાણી આવવાની ફરિયાદોનાં નિકાલ માટે સ્થળ ચકાસણી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપાની એક યાદી મુજબ ગઈકાલ તા.29 નાં રોજ વધુ 1362 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પીંગનાં કુલ 12 કિસ્સાઓ જોવા મળ્યા હતા. 8 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી અને 10 આસામીઓની ઈલેક્ટ્રીક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબત રૂ.8 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોનનાં અલગ- અલગ વોર્ડમાં ચકાસણી દરમ્યાન 8 આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા જોવા મળ્યા હતા. એમની કુલ 7 ઈલેક્ટ્રીક મોટર જપ્ત કરવામાં આવી હતી અને પાંચ આસામીને નોટીસ અપાઈ હતી. રૂ.3 હજાર પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

Read About Weather here

એ જ રીતે ઇસ્ટ ઝોનમાં ચકાસણીમાં બે આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા હતા. એક ઈલે.મોટર જપ્ત કરાઈ હતી અને 3 આસામીને નોટીસ અપાઈ હતી. રૂ.3 હજારની પેનલ્ટી વસુલ કરાઈ હતી. વેસ્ટ ઝોનમાં ડાયરેક્ટ પમ્પીંગ કરવા બદલ 2 આસામી ઝડપાતા બે ઈલે.મોટર જપ્ત કરાઈ હતી અને રૂ.2 હજાર પેનલ્ટી વસુલ કરાઈ હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here