રાજકોટમાં નિર્માણાધીન 3 ઓવરબ્રિજનાં કામ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાનો સંકલ્પ

રાજકોટમાં નિર્માણાધીન 3 ઓવરબ્રિજનાં કામ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાનો સંકલ્પ
રાજકોટમાં નિર્માણાધીન 3 ઓવરબ્રિજનાં કામ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાનો સંકલ્પ

હોસ્પિટલ ચોક, રામાપીર ચોકડી અને નાનામવા સર્કલ ઓવરબ્રિજનું કામ જુલાઈ-ઓગસ્ટ સુધીમાં પૂરું કરાશે: સમીક્ષા સમિતિની બેઠક બાદ રાહતરૂપ ઘોષણા

શહેરમાં ચાલતા પાંચ ઓવરબ્રિજનાં કામની સમીક્ષા કરતા મેયર ડો.પ્રદિપ ડવ
મેયરનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં કામ પૂરું કરવાની ડેડલાઈન નિશ્ર્ચિત કરાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં જુદા-જુદા માર્ગો પર ચાલી રહેલા પાંચ ઓવરબ્રિજનાં નિર્માણ કાર્યની કામગીરીની આજે મેયર દ્વારા ખાસ સમીક્ષા કરવામાં આવી હતી અને પાંચ પૈકીનાં ત્રણ ઓવરબ્રિજનું કામ પૂરું કરવા માટે ડેડલાઈન સુનિશ્ર્ચિત કરવામાં આવી હતી.મેયર ડો.પ્રદિપ ડવનાં અધ્યક્ષ સ્થાને આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં હોસ્પિટલ ચોક, રામાપીર ચોકડી અને નાનામવા સર્કલ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય જુલાઈ-ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મનપા દ્વારા વોર્ડ નં.3 માં હોસ્પિટલ ચોકમાં રૂ.101.39 કરોડનાં ખર્ચે થ્રી-આર્મ બ્રિજ બની રહ્યો છે. વોર્ડ નં.8 માં 150 ફૂટ રીંગરોડ પર કેકેવી ચોકમાં રૂ.129.53 કરોડનાં ખર્ચે સ્પ્લીટ ફ્લાઈ ઓવરબ્રિજ બની રહ્યો છે. વોર્ડ નં.10 માં કાલાવડ રોડ જડ્ડુસ રેસ્ટોરંટ પાસે રૂ.28.52 કરોડનાં ખર્ચે ફ્લાઈ ઓવરબ્રિજ બની રહ્યો છે. વોર્ડ નં.8 માં 150 ફૂટ રીંગરોડ નાનામવા જંકશન પર રૂ.40.22 કરોડનાં ખર્ચે ફ્લાઈ ઓવરબ્રિજ બને છે. વોર્ડ નં.1 માં 150 ફૂટ રીંગરોડ પર રામાપીર ચોક જંકશન પર રૂ.41.12 કરોડનાં ખર્ચે ઓવરબ્રિજ બની રહ્યો છે. આ તમામ કામ માટે રાજ્ય સરકારનો આર્થિક સહયોગ મળનાર છે.

મેયરનાં અધ્યક્ષ સ્થાને મેળલી બેઠકમાં સઘન ચર્ચા કરવામાં આવી હતી. રામાપીર ચોકડી અને નાનામવા સર્કલનાં બ્રિજ માટે એજન્સીએ સ્ટીલ ગર્ડરનો ઓર્ડર આપી દીધો છે અને પેમેન્ટ પણ ચૂકવી દીધું છે. પરંતુ કોરોના મહામારીને લીધે કંપનીઓને માલ પૂરો પાડવામાં મુશ્કેલી થઇ રહી છે. ચર્ચાને અંતે ઉપરોક્ત દર્શાવેલા ત્રણેય બ્રિજનું કામ જુલાઈ-ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનો નિર્ણય લેવાયો હતો. હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પણ જુલાઈ-2022 સુધીમાં પૂરો થઇ જશે. કેકેવી ચોક બ્રિજનું કામ ડિસેમ્બર અથવા જાન્યુઆરી 2023 સુધીમાં પૂરું થશે. હોસ્પિટલ ચોકમાં ચાલી રહેલ ઓવરબ્રિજની કામગીરીને જોતા એકાદ માસમાં હોસ્પિટલ ચોકથી કુવાડવા તરફ જવા માટે સર્વિસ રોડ ખુલો મુકવામાં આવશે. જેથી સર્વિસ રોડ પર વાહનોની અવરજવરમાં સરળતા રહેશે.

Read About Weather here

આ બેઠકમાં રૈયા ખાતે તથા જેટકો ચોકડી પાસે ચાલતા ફિલ્ટર પ્લાન્ટનાં કામની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને બંને પ્લાન્ટની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવા તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ.કમિશનર અમિત અરોરા, શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ધવા, બાંધકામ સમિતિનાં ચેરમેન કેતન પટેલ, વોટર વર્કસ સમિતિનાં ચેરમેન દેવાંગ માંકડ તેમજ સિટી એન્જીનિયર એચ.યુ.દોઢીયા, એમ.આર.કામલીયા અને તમામ એજન્સીનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here