રાજકોટમાં દૈનિક સરેરાશ પાંચ મહિલા ઘરેલું હિંસાથી પીડિત

રાજકોટમાં દૈનિક સરેરાશ પાંચ મહિલા ઘરેલું હિંસાથી પીડિત
રાજકોટમાં દૈનિક સરેરાશ પાંચ મહિલા ઘરેલું હિંસાથી પીડિત

ભોગ બનનારી મહિલાઓ મોટાભાગે 26 થી 30 વર્ષની વયજૂથની હોવાનું તારણ: શહેર પોલીસ દ્વારા ઘરેલું હિંસા અંગે હાથ ધરાયેલું અનોખું સર્વેક્ષણ: હિંસાની રોજ પાંચ ઘટનાઓ બને છે, 2021 નાં 11 માસમાં 1723 મહિલાઓની મદદ માટેની અરજી પોલીસને મળી
આધુનિક, સ્માર્ટ અને વિકસિત શહેરની પ્રતિભાને ઝાંખપ લગાડતું ઘરેલું હિંસાનું ગ્રહણ

રાજકોટ એટલે વિકસતું શિક્ષિત, સ્માર્ટ અને આધુનિક મહાનગર માનવામાં આવે છે. પરંતુ આ શહેર પણ ઘરેલું હિંસાનાં દુષણથી મુક્ત રહી શકતું નથી. એવું રાજકોટ પોલીસનાં ખાસ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. રાજકોટ પોલીસે આપેલા એક અનોખા અને વિશિષ્ટ સર્વેક્ષણનાં આંકડા પરથી જણાયું છે કે, રાજકોટમાં દૈનિક સરેરાશ પાંચ મહિલાઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે અને પોલીસને મદદ માટે દોડી આવવું પડે છે. 2021 ની સાલમાં 11 મહિનામાં જ આવી ઘરેલું હિંસાનો શિકાર મહિલાઓ તરફથી 1723 જેટલી અરજીઓ રાજકોટ પોલીસને મળી હતી. જેમાં મહિલાઓએ પતિ અને સાસરીયા તરફથી ત્રાસ અને ઝઘડા તથા હેરાનગતિની ફરિયાદો કરી હતી. રાજકોટ પોલીસે ઘરેલું હિંસાની ફરિયાદો અંગે એક અલગ સર્વેક્ષણ કર્યું છે. જેના તારણો ખૂબ ચોંકાવનારા રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ પોલીસનાં વિશ્ર્લેષણમાં જણાવ્યું છે કે, પતિ અને સાસરીયા તરફથી અત્યાચારનો ભોગ બનતી જે મહિલાઓએ ફરિયાદો કરી છે. એ 26 થી 30 વર્ષનાં વયજૂથની છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યા મુજબ મોટાભાગનાં પરિવારોમાં ઘરેલું હિંસાનાં બનાવો લગ્નનાં 6 કે 11 વર્ષ બાદ શરૂ થયા હોવાનું માલુમ પડ્યું છે. પોલીસને મળેલી કુલ અરજીઓ પૈકી 439 એટલે કે 29 ટકા અરજીઓ એવી મહિલાઓની હતી જેમના લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા. અમુક મહિલાઓની અરજી તો એવી હતી કે જેના લગ્ન થયાને 6 થી 10 વર્ષ વીતી ચૂક્યા હતા છતાં એટલા વર્ષો પછી પણ અત્યાચારનો ભોગ બની હતી.

વાસ્તવમાં આખા ગુજરાતમાં કોવિડ મહામારી અને લોકડાઉનનાં ગાળા દરમ્યાન ઘરેલું હિંસાની ઘટનાઓમાં ખૂબ જ ઉછાળો નોંધાયો છે. પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં કડવાશ અને ઝઘડાનાં કારણમાં મોટેભાગે એમના લગ્ન જીવનમાં સાસરીયા દ્વારા થતો ચંચુપાત કારણભૂત હોવાનું માલુમ પડ્યું છે. રાજકોટ પોલીસને મળેલી 1723 અરજીઓમાંથી 126 કિસ્સામાં પોલીસે ફરિયાદીનાં પતિ અને સાસરીયા સામે ગુના દાખલ કર્યા હતા. બાકીની અરજીઓનો નિકાલ સમજાવટથી કરવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓએ સમજાવટથી એ પરિવારો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

Read About Weather here

મહિલાઓ તરફથી આવી અરજીઓ પોલીસ કમિશનર કચેરી, અલગ-અલગ પોલીસ સ્ટેશનને મળે છે અને ક્યારેક તો વડાપ્રધાન કાર્યાલય સુધી મોકલવાની અરજીઓ પણ મળે છે. તમામ અરજીઓ તપાસ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવે છે. ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લગભગ 90 ટકા જેટલી અરજીઓ ઘરેલું હિંસા સંબંધિત જ હોય છે. આવી કુલ અરજીઓમાંથી 3 થી 4 ટકા કિસ્સામાં ગુનો દાખલ કરવામાં આવે છે. બાકીનાં કિસ્સામાં દંપતીઓ વચ્ચે મનમેળ કરવામાં આવે છે અને સાસરીયાઓ સાથે પણ સમાધાન કરાવી દેવામાં આવે છે અથવા તો એવું બને છે કે ઘણા કિસ્સામાં પતિ-પત્ની અલગ થઇ જાય છે. ક્યારેક કોઈ કિસ્સામાં દંપતી થોડો સમય માંગતા હોય છે. જેથી કરીને ભવિષ્યમાં સમાધાન કરી શકાય.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here