રાજકોટમાં દુષિત પાણીની સમસ્યાનો મુદો ફરી છાપરે ચડ્યો

રાજકોટમાં દુષિત પાણીની સમસ્યાનો મુદો ફરી છાપરે ચડ્યો
રાજકોટમાં દુષિત પાણીની સમસ્યાનો મુદો ફરી છાપરે ચડ્યો

નાનામવાનાં બેકબોન સોસાયટી વિસ્તારમાં ઉગ્ર લોક વિરોધ: સતત ગંદુ પાણી નળ વાટે મળી રહ્યું હોવાથી રોગચાળાનો ખતરો

રાજકોટમાં અવારનવાર ક્યાંક પાણીની લાઈનમાં લિકેજ તો ક્યાંક પાણીની લાઈનમાં ગંદા પાણીની ભેળસેળની ફરિયાદો અવારનવાર વિવિધ વિસ્તારોમાંથી સાંભળવા મળતી હોય છે. આજે ફરી એકવખત દુષિત પાણી અંગે લોકોમાં જોરદાર ઉહાપો થયાનું સામે આવ્યું છે. આ વખતે ભોગ બનેલો વિસ્તાર નાનામવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળ્યા મુજબ છેવાડાનાં નાનામવા વિસ્તારમાં આવેલી બેકબોન સોસાયટીની શેરી નં.4 માં દુષિત અને ગંદા પાણીની ફરિયાદ ઉઠી છે. છેલ્લા કેટલાય દિવસથી આ વિસ્તારનાં રહેવાસીઓ પીવામાં ગંદુ, ગોબરું અને દુષિત પાણી મળતું હોવાથી એમની હાડમારી અને હેરાનગતિનો કોઈ પાર રહ્યો નથી. વારંવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં. દુષિત પાણીની સમસ્યા હલ કરવા માટે મનપા દ્વારા કોઈ પગલા લેવાયા નથી.

છેવટે આ વિસ્તારનાં લોકોની ધીરજ ખૂટી હતી અને રજૂઆતો મનપામાં કોઈ જવાબદાર વિભાગે કાને ધરી ન હોવાથી લતાવાસીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. 100 થી વધુ ભાઈઓ-બહેનો રસ્તા પર આવી ગયા હતા અને મનપા સામે જોરદાર દેખાવો શરૂ કર્યા હતા. લતાવાસીઓએ અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું કે, પીવામાં પ્રદુષિત અને ગંદુ પાણી મળી રહ્યું છે. તેના કારણે આ વિસ્તારમાં જાતજાતની બિમારીનો લોકો શિકાર થઇ રહ્યા છે.

પરંતુ આ સમસ્યા દૂર કરવા માટે હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. છેવટે કંટાળીને અમારે રસ્તા પર આવીને અમારી વ્યથાને વાચા આપવી પડી છે. રાજકોટ શહેરમાં પાણી કાપ, પાઈપલાઈનમાં લિકેજ અને ગંદા પાણીની ફરિયાદો એ કોઈ નવી વાત નથી. લોકો છાશવારે આ સમસ્યાઓથી હેરાન થતા દેખાયા છે. પીવામાં એટલું ગંદુ પાણી આવતું હોય તો સ્વાભાવિક છે. લોકોનાં સ્વસ્થ્ય પર ગંભીર અસર થઇ શકે છે.

Read About Weather here

આવી સમસ્યા ઉભી થાય ત્યારે તેનું તત્કાળ નિવારણ થવું જોઈએ. આવા ગંભીર પ્રકારનાં મામલામાં લોકોને કોણ ડીંગો દેખાડી રહ્યું છે અને રીપેરીંગમાં આજકાલ કરી રહ્યું છે. તેની મનપામાં ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓએ યોગ્ય તપાસ કરવી જોઈએ અને જરૂરી જવાબદારી ફિક્સ કરવી જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here