રાજકોટમાં દિવસભર ઝાપટા વરસ્યા, ઠેરઠેર ગંદકી અને કાદવથી લોકોને હાલાકી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

દેવભૂમિ દ્વારકા અને હાલાર પંથકમાં બે દિવસથી અવિરત વરસાદ ચાલુ, ગોમતીધાટના પગથીયા પરથી પાણીનો ધોધ: શહેરમાં બે દિવસથી વાતાવરણ વાદળછાયું પરંતુ ઝરમર વરસાદ, હજુ ભારે વરસાદ થવાની આગાહી: ભાણવડમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો, જામનગરમાં સવારે બે ઇંચ વરસાદ પડતા જળબંબાકાર

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘેઘુર કાળા વાદળો છવાયેલા છે. પરંતુ અવાર-નવાર ઝાપટા વર્ષી રહયા છે. તડકો અને છાયો બન્ને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહયું છે. સુર્ય વારેવારે વાદળોની પાછળ છુપાય જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે પણ દિવસભર શહેરમાં થોડી થોડી વારે ઝાપટા વરસ્યા હતા. આવા ઝરમર અને મચ્છરીયા વરસાદને કારણે ઠેરઠેર કાદવ-કિચડનું સામ રાજય ફેંલાય ગયું છે.

અવાર-નવાર ઝાપટાથી ઠેરઠેર પાણીના ખાબોચ્યા ભરાય ગયા છે. જેના કારણે શહેરભરમાં વરસાદ જન્ય જીવાતો અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાથી રોગચાળો પણ પ્રસરી રહયો છે.

ડેન્ગ્યુ, મેલેરીયા અને વાઇરલ તાવના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઇ રહયા છે. બે દિવસથી શહેરમાં થોડી થોડી વારે ઝાપટુ વર્ષે છે. જેનાથી રસ્તા પર કિચડ થાય છે અને વાહન ચાલકો તથા રાહદારીઓને પણ ભારે હેરાનગતી ભોગવવી પડે છે.

આજે સતત બીજા દિવસે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં જોરદાર વરસાદ ચાલુ રહયો છે. ભાણવડના રાણપર વિસ્તારમાં શુક્રવારે સવારે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને ત્રણ ઇંચ પાણી પડી જતા શેરી અને માર્ગો કાદવ નદી બની ગયા હતા,

ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા, મુખ્ય માર્ગો અને શેરીઓમાં ધુંધવતા પાણી વહી નીકળતા લોકોને ભારે પરેશાની થઇ હતી. હાલાર પંથકના વિસ્તારોમાં પણ બે દિવસથી જોરદાર વરસાદ પડી રહયો છે.

જામનગરમાં આજે સવારે મુસળધાર વરસાદ થયો હતો અને બે કલાકમાં બે ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું છે. ચંગા પાસેનો રંગમતી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે.

ડેમની હેઠવાસના ચેલા, ચંગા, નવા નાગના, જૂના નાગના, નવાગામ ધેડ અને જામનગરના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જોડીયામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદથી આઠ ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું છે.

Read About Weather here

જોડીયા તાલુકાના તારણા ગામ પાસેનો આજી-4 ડેમના ત્રણ દરવાજા બબ્બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. આસપાસના લોકોને સાવચેત રહેવા અને નદી કાંઠે અવર-જવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. (2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here