રાજકોટમાં દશેરાની ઠેરઠેર ઉમંગભેર આસ્થાભરી ઉજવણી, રાવણના પુતળાનું દહન

રાજકોટમાં દશેરાની ઠેરઠેર ઉમંગભેર આસ્થાભરી ઉજવણી, રાવણના પુતળાનું દહન
રાજકોટમાં દશેરાની ઠેરઠેર ઉમંગભેર આસ્થાભરી ઉજવણી, રાવણના પુતળાનું દહન

પરંપરા મુજબ શહેરીજનોએ વહેલી સવારથી ફાફડા અને જલેબીની મજા માણી
શહેરમાં પોલીસ હેડ કવાર્ટરમાં ખાસ શસ્ત્ર પૂજન, ક્ષત્રિય સમાજ દ્વારા પણ પરંપરા ગત શસ્ત્ર પૂજન કરાયું: વહેલી સવારથી ફરસાણની દુકાનો પર લોકોની કતારો જામી, વ્યાજબી ભાવ હોવાથી લોકોને મજા પડી

રાજકોટ મહાનગર તેના ઉત્સવ પ્રેમી મીજાજ માટે જાણીતું છે. કોરોના મહામારીથી પીછો છુટયા બાદ રંગમાં આવેલા રાજકોટવાસીઓએ અસત્ય પર સત્યના વિજય અને ધર્મની ધજા બુલંદ કરતા તથા અધર્મના અંધકારને ઉલેચતા પવિત્ર વિજયા દસમી પર્વની ખુબ જ ઉંમગ અને આસ્થા સાથે ઉજવણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઠેરઠેર શસ્ત્ર પુજનના કાર્યક્રમો યોજાયા હતા, વહેલી સવારથી લોકોએ દશેરાની પરંપરાને અકબંધ રાખીને ફરસાણની દુકાનો પર કતારો લગાવી દીધી હતી અને ગરમા-ગરમ ફાફડા ગાંઠીયા તથા મધમીઠી જલેબીની જયાફત માણી હતી.

શહેરમાં પોલીસ હેડકવાર્ટરમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહયા હતા. એ જ રીતે શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પણ પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

શહેરમાં વિવિધ સ્થળે રાવણ દહનના કાર્યક્રમ યોજાયા હતા. કોંગ્રેસ દ્વારા પણ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપીને મોંઘવારી રૂપી રાક્ષસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

મુખ્ય અને સૌથી ઉંચા રાવણનાં પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ રેસકોર્ષ મેદાનમાં વીહીપ દ્વારા સાંજનાં 7 વાગ્યે યોજાનાર છે. આ કાર્યક્રમ સમગ્ર રાજકોટવાસીઓ માટે મુખ્ય આકર્ષણ સમાન બની રહે છે.

Read About Weather here

અનિષ્ઠ રૂપી તત્વોના દહનનું આ પર્વ છે. લોકોએ તમામ સમસ્યાઓ રૂપી અનિષ્ઠ દુર થાય અને ખરા અર્થમાં રામ રાજયની સ્થાપના થાય એવી ઠેરઠેર પ્રાર્થના કરી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here