રાજકોટમાં ટી-20 મેચના લીધે રાજકોટ-જામનગર હાઈ-વે પર ટ્રાફિક માટે નવું ડાઈવર્ઝન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં ભારત અને દ.આફ્રિકા વચ્ચે તા.17 મી જૂને ખંઢેરી સ્ટેડીયમ પર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાનાર છે. આ અંગે તા.17 અને 18 શુક્ર તથા શનિવારે ટ્રાફિક જામની સમસ્યા ન થાય એ માટે નાના-મોટા તમામ વાહનોને ડાઈવર્ઝન આપવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યની દરખાસ્ત અનુસાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને રાજકોટ- જામનગર હાઈ-વે પર મોટા વાહનો ટ્રક, ટેન્કર, ટ્રેલર વગેરે માટે ડાઈવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રાફિક જામની અરાજકતા ન સર્જાય એ માટે વાહન ચાલકોને ડાઈવર્ડ માર્ગો પરથી વાહન ચલાવવા તાકીદ કરવામાં આવી છે. નિયમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-131 મુજબ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામામાં દર્શાવ્યું છે કે, તા.17 મી જૂન બપોરથી તા.18 જૂન બપોર સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને પડધરી- મોવૈયા સર્કલથી ડાઈવર્ઝન આપી ટંકારાથી રાજકોટ તરફ આવવાની તાકીદ કરાઈ છે અથવા પડધરી- નેકનામ- મિતાણા થઇ રાજકોટ તરફ આવવાનું રહેશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકે હુકમનું પાલન કરવા તાકીદ કરી છે.

Read About Weather here

જાહેરનામું દર્શાવે છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનાં કામે ફરજ પર રોકેલા વાહનો, એસટી બસ, સરકારી વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ જે લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસનાં આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડીયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ સ્ટેડીયમનાં આસપાસનાં ગામોમાં રહેતા હોય એવા વાહન ચાલકોને આધારભૂત પુરાવો રજુ કર્યે આ હુકમ લાગુ પડશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here